
વિજાપુર તાલુકા પોલીસ મથકે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ 80થી વધુ છોડનું વાવેતર કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ અપાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પોલીસ મથકના ક્વાર્ટર્સના પટાંગણમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય સી.જે. ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં 80થી વધુ છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. વધતા જતા પ્રદૂષણને અટકાવવા અને પર્યાવરણનું જતન કરવા વધુમાં વધુ વૃક્ષો વાવી તેમના ઉછેરની જવાબદારી નિભાવવાની અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રાંત અધિકારી વિકાસકુમાર રતાડા, મામલતદાર અતુલસિંહ ભાટી, પીઆઈ આર.જે. ચૌહાણ, ભાજપ જિલ્લા મંત્રી રાજેશ પટેલ સહિત પોલીસ સ્ટાફ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ યોજાયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પોલીસ મથકના પરિસરમાં હરિયાળી વધારવા સાથે પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.




