GUJARATJUNAGADH

મહાનગર પાલિકા, જુનાગઢ દવારા ગણેશ મહોત્સવ નીમીતે અસ્થાયી વિસર્જન કુંડનો પ્રારંભ કરાયો

દર વર્ષે અસ્થાયી વિસર્જન કુંડ માં અંદાજિત ૨૦૦૦ થી ૨૫૦૦ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન

ગણેશ મહોત્સવ નિમિતે શ્રદ્ધાળુઓ દવારા ઘર શેરી, મહોલ્લા સોસાયટીઓમાં ભગવાનશ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે.મહાનગર પાલિકા,જુનાગઢ દવારા શહેરના શ્રધ્ધાળુઓની ધાર્મીક લાગણીને ધ્યાને લઈ ભગવાન ગણેશજીની સ્થાપના કરતા પંડાલો આયોજકો મંડળો વગેરેએ ગણેશજીની સ્થાપના પુર્ણ થયા પછી ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે દર વર્ષેની માફક આજ રોજ તા:૨૭/૦૮/૨૦૨૫ બુધવારના રોજ ભવનાથ વિસ્તારમાં દુધેશ્વર મંદિર પાસે વોટર વર્કસનો સંપ સંતશ્રી ઈન્દ્રભારતીજીના પ્રવેશ દવાર,જુનાગઢ પાસે “અસ્થાયી વિસર્જન કુંડ” બનાવવામાં આવેલ છે.જેમાં મૃગી કુંડ,નારાયણ ધરો,તથા દામોદર કુંડ જેવા પવિત્ર જળાશયોના ત્રીવેણી સંગમના જળ સંગ્રહ કરી શાસ્ત્રોક્ત વિધિવત માન.મેયરશ્રી ધર્મેશભાઈ ડી. પોંશીયા, માન.કમિશનરશ્રી તેજસ પરમાર, ડે.મેયરશ્રી આકાશભાઇ કટારા,સ્થાયી સમિતિ ચેર પર્સનશ્રી પલ્લવીબેન ઠાકર,નાયબ કમિશનર શ્રી ડી. જે.જાડેજા તથા જયેશભાઈ પી.વાજા,દંડકશ્રી કલ્પેશભાઈ અજવાણી, કોર્પોરેટર શ્રી પ્રવિણભાઇ ચુડાસમા,ગીતાબેન પરમાર,ચેતના બેન ચુડાસા, ભાવનાબેન વ્યાસ,જયશ્રી બેન,વિમલભાઈ જોશી,સંતશ્રી જગુબાપુ, મહાદેવગીરી બાપુ,શ્રી કિશનદાસ બાપુ રામ ટેકરી વગેરે સાધુ સંતો તેમજ બ્રહ્મા કુમારી સેન્ટરના દીદી વગેરે સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિ શ્રીઓ,કાર્યપાલક ઇજનેર શ્રી અલ્પેશભાઈ ચાવડા,ઓફિસ સુપ્રિ.શ્રી જીગ્નેશભાઈ પરમાર,સ્ટોર કિપર શ્રી રાજુભાઇ મહેતા વગેરે અધિકારીશ્રી/કર્મચારીશ્રીની ઉપસ્થિતિમાં ગણપતીજીના વિસર્જન માટે રાઉન્ડ ધ કલોક વિસર્જન કુંડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ ત્રીવેણી સંગમમાં વિસર્જન કરી વિષેશ પુણ્ય અને ભાગ્યશાળી બનવા અને પર્યાવરણ તથા વહેતા પાણીને દુષિત થતુ અટકાવવાનાં સહિયારા પ્રયાસમાં સહભાગી થવા અને આ અસ્થાયી વિસર્જન કુંડ માં વિસર્જન કરવા માટે મહાનગર પાલિકા,જુનાગઢ દવારા શ્રધ્ધાળુ ભાવિકોને માટીના ગણપતિ (ઇકો-ફ્રેઈન્ડલી)મૂર્તિની સ્થાપના કરવા અનુરોધ કરવામાં આવે છે.આ અસ્થાયી વિસર્જન કુંડ માં દર વર્ષે અંદાજિત ૨૦૦૦ થી ૨૫૦૦ જેટલી ગણેશજી ની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. તેમજ દર વર્ષેની જેમ રાઉન્ડ ધ કલોક ૨૪×૭ કલાક વિસર્જન કુંડ કાર્યરત રહેશે.

રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!