નર્મદા: પર્યાવરણ બચાવો ઉદ્દેશ્ય સાથે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના હસ્તે ૨૫૦ ગામોને સ્ટીલની નનામી વિતરણ કરાઇ
રાજપીપલા : જુનેદ ખત્રી
અંતિમ ક્રિયા માટે સામાન્ય રીતે વાંસની નનામી બનાવવામાં આવે છે ત્યારે નર્મદા જિલ્લામાં સીએસઆર અંતર્ગત ૨૫૦ જેટલા ગામોને સ્ટીલની નનામી વિતરણ કરવામાં આવી હતી
ડો. દર્શનાબેન દેશમુખ-ધારાસભ્ય નાંદોદ વિધાનસભાના હસ્તે ONGC ના CSR પ્રોજેકટ અંતર્ગત નીડ હોમ ટેકનિકલ એજ્યુકેશન ટ્રસ્ટ, વડોદરા તરફથી નર્મદા જીલ્લાના ૨૫૦ ગામો માટે સ્ટેનલેસ સ્ટીલની નનામી ગ્રામજનોના ઉપયોગ માટે વિતરણ કરવામાં આવી હતી. આપેલ સ્ટેનલેસ સ્ટીલ ની નનામી ના ઉપયોગથી ગ્રામજન ની અંતિમક્રિયા માટે વૃક્ષ કાપી ને નનામી બનાવવા માટે નું બંધ થશે અને વૃક્ષ બચાવી પર્યાવરણમાં સુધારો થઈ શકશે ઉપરાંત ગ્રામજનો માટે રાહત ઊભી થશે