
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં વિદ્યાર્થીને માર માર્યાનો ગંભીર આક્ષેપ, પેપર લીકની શંકાએ હરેશ નામના પ્રિન્સિપાલે 20 થી 25 લાફા તેમજ દંડા અને પ્લાસ્ટિકની પાઇપથી ઢોર માર માર્યો હોવાના ગંભીર આક્ષેપો
મોડાસા: અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર સ્થિત પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં ધોરણ-8ના વિદ્યાર્થીને ઢોરમાર માર્યાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આ ઘટનાને લઈને વિદ્યાર્થીના વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે અને પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
વાલીઓના જણાવ્યા મુજબ, શાળામાં લેવાતી મોક ટેસ્ટના પેપર લીક કર્યાની શંકાના આધારે વિદ્યાર્થીને પ્લાસ્ટિકની પાઇપ અને દંડા વડે માર મારવામાં આવ્યો હતો. બીજી તરફ વાલીઓએ આ બાબતે પ્રિન્સિપાલ ને મોકટેસ્ટ પેપર લીક ના સબૂત માંગતા સબૂત ન આપ્યા હોવાના પણ વાલીએ આક્ષેપ કર્યા છે અંગે ભોગ બનનાર વિદ્યાર્થીએ પણ આક્ષેપ કર્યો છે કે તેને 20 થી 25 લાફા મારવામાં આવ્યા તેમજ દંડાથી પણ માર મારવામાં આવ્યો, જેના કારણે તેની તબિયત બગડતાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
ઘટના અંગે પૂછપરછ કરતાં હરેશ નામના શિક્ષકે જણાવ્યું કે, “વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાની બાબતે મને કોઈ જાણ નથી.” બીજી તરફ શાળાના ઇનચાર્જ પ્રિન્સિપાલે દાવો કર્યો કે વિદ્યાર્થીએ બે મોક ટેસ્ટના પેપર પ્રિન્સિપાલની ચેમ્બરમાં જઈને ચોરી કર્યા હતા, જેના કારણે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ શાળાના પ્રિન્સિપાલ પાસે સીસીટીવી તેમજ પીપર લીક અંગેના પુરાવા માંગ્યા હતા પરંતુ કોઈ પુરાવા સામે આપી શક્યા ન હતા. વધુમાં એ પણ જણાવ્યું હતું કે હું થોડો ડિપ્રેશનમાં આવી ગયો છે ત્યારે કયા પેપર હતા એ પણ મને ખ્યાલ નથી તેવું પ્રિન્સિપાલ હરેશભાઈ જણાવ્યું હતું
હાલ સમગ્ર ઘટનાને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ શાળા સંચાલન સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારીમાં છે. બીજી તરફ, સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ હકીકત સ્પષ્ટ થશે.






