વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ ખાતે આવેલા નહેર કોલોનીના ગ્રાઉન્ડ ઉપર મિસ્લિમ સમાજના યુવાનો દ્વારા યુનિટી કપ 2025 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સજ્જુ શેખ સહિતના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં મુસ્લિમ સમાજની મોહસીન ઇલેવન,સલમાન ઇલેવન,ઉસ્માન અને સજ્જુ ઇલેવન એમ ચાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો.જેમાં ટુર્નામેન્ટની તમામ લીગ મેચ બાદ સજ્જુ ઇલેવન અને મોહસીન ઇલેવન ફાઇનલમાં પહોંચી હતી.ફાઇનલ મેચમાં મોહસીન ઇલેવને પ્રથમ બેટિંગમાં ઉતરી આઠ ઓવરમાં 94 રન ફટકાર્યા હતા.ફાઇનલમાં લાલુ શેખે ઝંઝાવાતી 51 રન ફટકાર્યા હતા.95 રનના લક્ષ્ય સાથે ઉતરેલી સજ્જુ ઇલેવન માત્ર 13 રન દૂર રહેતા મોહસીન ઇલેવન સ્પર્ધાની ચેમ્પિયન ટીમ બનતા તેમના સમર્થકોમાં આનંદ અને ઉત્સાહની લાગણી વ્યાપી ગઇ હતી.મેન ઓફ ઓફ મેચ અને સિરીઝ લાલુ શેખને મળ્યું હતું.બેસ્ટ ફિલ્ડર તરીકે અલી મુલતાની,બેસ્ટ બોલર અફઝલ કુરેશી,બેસ્ટ બેટ્સમેન લાલુ કુરેશીને મળ્યો હતો.ચેમ્પિયન ટીમના કેપટન મોહસીન શેખ દ્વારા સ્પર્ધામાં ઉમદા પ્રદર્શન કરનારા તમામ પ્લેયરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે જુલુભાઈ શેખ,મુસ્લિમ સુન્નત જમાતના અગ્રણી ઇકબાલભાઈ શેખ,અઝીઝભાઈ શેખ,ફારૂકભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સજ્જુ શેખ તેમજ યુવાનો દ્વારા કરવામાં આવેલા આયોજનને આગેવાનોએ બિરદાવ્યા હતા.અઝીઝભાઈ તેમજ સાબીરભાઈ શેખના હસ્તે ફાઇનલ વિજેતાને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.