ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં વિવિધ વિભાગોની માસિક, ત્રિમાસિક અને છમાસિક બેઠકો યોજાઇ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં વિવિધ વિભાગોની માસિક, ત્રિમાસિક અને છમાસિક બેઠકો યોજાઇ

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ વિભાગો હેઠળની કામગીરીની નિયમિત સમીક્ષા, વિભાગો વચ્ચે સંકલન તથા વિવિધ સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે જિલ્લા ક્લેક્ટર મિલિન્દ બાપનાના અધ્યક્ષસ્થાને માસિક, ત્રિમાસિક તથા છમાસિક બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.જિલ્લામાં વિવિધ વિભાગો અને સમિતિઓની કુલ ૨૫ જેટલી બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટાભાગની બેઠકો માસિક ધોરણે યોજાશે, જ્યારે કેટલીક મહત્વપૂર્ણ સમિતિઓની બેઠકો ત્રિમાસિક અને છમાસિક ધોરણે યોજાય છે

આ બેઠકોમાં જિલ્લા સંકલન સમિતિ, જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ, જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ, પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની સમીક્ષા બેઠક, મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના, ડિસ્ટ્રિક્ટ સ્કિલ કમિટી, જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ, અનુસૂચિત જાતિ પેટા યોજના જિલ્લા અમલીકરણ સમિતિ, જિલ્લા ટાસ્ક ફોર્સ, જિલ્લા ફાયરક્રેકર સેફ્ટી કમિટી, N-Cord સમિતિ, જિલ્લા માર્ગ સલામતી સમિતિ, હીટ એન્ડ રન કેસ અંગેની સમીક્ષા બેઠક, ધિરાણ ધિરાણોની સમીક્ષા બેઠક તેમજ DLCC અને DLRC બેઠક સહિતની વિવિધ સમિતિઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી.

આ ઉપરાંત પશુપાલન વિભાગ હેઠળ National Digital Livestock Mission (NDLM) – Bharat Pashudhan અંતર્ગત District Level Implementation Committee (DLIC) તથા ગૌમાતા પોષણ યોજના અંગે પણ નિયમિત સમીક્ષા કરવામાં આવશે. અનુસૂચિત જાતિ કલ્યાણ, શ્રમ, આરોગ્ય, પુરવઠો, કૃષિ, કૌશલ્ય વિકાસ, પાણી અને સ્વચ્છતા સહિતના વિવિધ વિભાગોની કામગીરીની પણ બેઠકોમાં સમીક્ષા હાથ ધરાઈ.બેઠકો દરમિયાન સંબંધિત વિભાગો દ્વારા અગાઉના નિર્ણયોની અમલવારીની પ્રગતિ, લક્ષ્યાંકોની સિદ્ધિ, યોજનાઓના અમલીકરણમાં આવતી મુશ્કેલીઓ તેમજ પ્રલંબિત મુદ્દાઓ અંગે ચર્ચા કરી સમયબદ્ધ ઉકેલ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યા.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન જળવાઈ રહે અને સરકારની કલ્યાણલક્ષી તથા વિકાસલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી સમયસર પહોંચે તે હેતુથી આ બેઠકોને મહત્વપૂર્ણ ગણવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!