MORBI:મોરબીના જુના પીપળી ગામે પશુપાલકના વાડામાંથી ભેંસ અને બે પાડીની ચોરી: 1.10 લાખનો મુદ્દામાલ સાફ







MORBI:મોરબીના જુના પીપળી ગામે પશુપાલકના વાડામાંથી ભેંસ અને બે પાડીની ચોરી: 1.10 લાખનો મુદ્દામાલ સાફ


મોરબી તાલુકાના જુના પીપળી ગામે તસ્કરોએ એક પશુપાલકના વાડાને નિશાન બનાવી કાળા કલરની ભેંસ અને બે ખડેલા પાડીની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા ચોર ઈસમો કુલ રૂપિયા ૧,૧૦,૦૦૦ ની કિંમતના અબોલ પશુઓની ચોરી કરીને રફુચક્કર થઈ જતા પશુપાલકે આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, જુના પીપળી ગામે રહેતા અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા મહેશભાઈ નાજાભાઈ મુંધવા (ઉં.વ. ૩૯) એ પોતાના ઢોર બાંધવાના વાડામાં પશુઓ બાંધ્યા હતા. રાત્રિના અથવા વહેલી સવારના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ વાડામાં પ્રવેશી, ફરિયાદીની માલિકીની એક કાળા કલરની ભેંસ તથા બે ખડેલા પાડી ની ચોરી કરી લીધી હતી. પશુઓ વાડામાં ન દેખાતા આસપાસ શોધખોળ કરવા છતાં કોઈ પતો લાગ્યો ન હતો.
કુલ રૂ. ૧,૧૦,૦૦૦ ની ચોરી કાળા કલરની ભેંસ ૧ રૂ. ૧,૧૦,૦૦૦ ખડેલા પાડી ૨ (ભેંસ સાથે સામેલ)પશુપાલકના જણાવ્યા અનુસાર, તેમની પરવાનગી કે સહમતી વગર આ જંગમ મિલકત (પશુઓ) ની ચોરી કરવામાં આવી છે.
આ મામલે મહેશભાઈ મુંધવાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ આ આખી ઘટનાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે પશુપાલકની ફરિયાદના આધારે ગુનો નોંધીને ચોર ટોળકીને પકડી પાડવા માટે આગળની કાયદેસરની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.



