MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સિટી મોલમાં આઈપીએલ ક્રિકેટ પર સટ્ટો રમાડતું જુગારધામ ઝડપાયું, 4 શખ્સોની ધરપકડ

 

MORBI:મોરબી સિટી મોલમાં આઈપીએલ ક્રિકેટ પર સટ્ટો રમાડતું જુગારધામ ઝડપાયું, 4 શખ્સોની ધરપકડ

 

મોરબી: શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સિટી મોલમાં આઈપીએલ (IPL) ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતી એક ટોળકીને એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી છે. પોલીસે આ દરોડા દરમિયાન 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે આઈડી (ID) પૂરા પાડનાર અન્ય 4 શખ્સોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી વિગતો મુજબ, મોરબી સિટી એ-ડિવિઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે સિટી મોલના ત્રીજા માળે આવેલી દુકાન નંબર ૩૦૧ (શીવ ઇમ્પેક્ષ નામની ઓફિસ) માં ક્રિકેટ સટ્ટો રમાઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાં રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ પર લાઈવ હાર-જીતનો જુગાર રમાતો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:રોકડ રકમ: ₹15,600,વાહનો: 4 નંગ (કિંમત ₹4,50,000),કુલ મુદ્દામાલ: ₹5,26,600

ઝડપાયેલ આરોપી ઓ ,અનિલભાઈ માવજીભાઈ ડાભી (રહે. રવાપર રોડ, મોરબી),બ્રિજેશભાઈ મનસુખભાઈ માલવણીયા (રહે. કન્યા છાત્રાલય રોડ, મોરબી),પરેશભાઈ નાગજીભાઈ પઢારીયા (રહે. રવાપર, મોરબી),હર્ષદભાઈ લાલજીભાઈ પાસીયા (રહે. સો. ઓરડી, સામાકાંઠે, મોરબી)

વધુ 4 શખ્સોની શોધખોળ આ જુગારધામમાં સટ્ટા માટે આઈડી પ્રોવાઈડ કરનાર અન્ય ચાર શખ્સો હાજર મળી આવ્યા ન હતા, જેમાં હસુભાઈ ઠાકર (મોરબી), બ્રિજેશભાઈ પડસુબીયા (વાવડી), રજાકભાઈ (રાજકોટ) અને જયદીપભાઈ પટેલ (મોરબી) નો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!