MORBI:મોરબી કાયાજી પ્લોટમાં જાહેરમા જુગાર રમતા ૫ શખ્સો ઝડપાયા




MORBI:મોરબી કાયાજી પ્લોટમાં જાહેરમા જુગાર રમતા ૫ શખ્સો ઝડપાયા

મોરબી: શહેરના કાયાજી પ્લોટ મેઈન રોડ પર જાહેર સ્થળે પત્તા ટીંચતા પાંચ ઈસમોને મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ માહિતી મળી હતી કે કાયાજી પ્લોટ મેઈન રોડ પર કેટલાક ઈસમો જાહેરમાં એકઠા થઈ હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગાર રમતા પાંચ શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
ઝડપાયેલા આરોપીઓ ૧. સુમિતભાઈ ભિખાભાઈ મેવાડા (રહે. રાવળ શેરી, નવા ડેલા રોડ, મોરબી) ૨. અર્જુનભાઈ રમેશભાઈ ગોહિલ (રહે. ગાયત્રીનગર, વાવડી રોડ, મોરબી)
૩. જયદેવભાઈ સહદેવભાઈ સોલંકી (રહે. બી-૩, પ્રધાનમંત્રી આવાસ યોજના, દલવાડી સર્કલ પાસે, મોરબી)
૪. તોફિકભાઈ યુસુફભાઈ કાસમાણી (રહે. કાલિકા પ્લોટ, મોરબી)૫. દશરથભાઈ ચંદુભાઈ કુડેચા (રહે. શ્યામ પાર્ક, પંચાસર રોડ, મોરબી) પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ૩,૧૫૦ની રોકડ રકમ કબજે કરી છે. તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.



