GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ઉમા ટાઉનશીપના વૈભવ હાઇટ્સમાં ચાલતા જુગારધામ પર LCB નો દરોડો; ૬ શખ્સો ઝડપાયા

 

MORBI:મોરબી ઉમા ટાઉનશીપના વૈભવ હાઇટ્સમાં ચાલતા જુગારધામ પર LCB નો દરોડો; ૬ શખ્સો ઝડપાયા

 

મોરબી શહેરના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપના એક રહેણાક ફ્લેટમાં ચાલતા જુગારધામ પર મોરબી ક્રાઇમ બ્રાંચ (LCB/પેરોલ સ્કોડ) ના સ્ટાફે સફળ દરોડો પાડી તીન પત્તીનો જુગાર રમતા ૬ શખ્સોને રૂ. ૧,૧૮,૫૦૦ ના રોકડ મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે.

મળતી વિગતો મુજબ, મોરબી એલ.સી.બી. તથા પેરોલ સ્કોડના સ્ટાફને સંયુક્તમાં ખાનગીરાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબી-૨ માં આવેલ ઉમા ટાઉનશીપ, વૈભવ હાઇટ્સ ફ્લેટ ટાવર-સી, મકાન નંબર ૨૦૪ માં રહેતો અમીતભાઇ મનુભાઇ પટેલ (ઠોરીયા) પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં બહારથી માણસો બોલાવી તીન પત્તીનો જુગાર રમાડી જુગારનો અખાડો ચલાવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સગડ મેળવી ફ્લેટમાં દરોડો પાડ્યો હતો.

ઝડપાયેલા આરોપીઓ – દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી તીન પત્તીનો જુગાર રમતા નીચે મુજબના ૬ આરોપીઓને પકડી પાડ્યા હતા: અમીતભાઇ મનુભાઇ ઠોરીયા (પટેલ) – રહે. વૈભવ હાઇટ્સ, ઉમા ટાઉનશીપ, મોરબી-૨ – પરેશભાઇ દયાળજીભાઇ પારેખ – રહે. ગ્રીનચોક, પારેખ શેરી, મોરબી – રમેશભાઇ સામજીભાઇ જીવાણી – રહે. રસનાળ ગામ, તા. જોડીયા, જી. જામનગર – હાર્દીકભાઇ પ્રાણજીવનભાઈ ગોરીયા – રહે. શનાળા ગામ, જ્ઞાનવિહાર સ્કુલ બાજુમાં, તા.જી. મોરબી – જીતેશભાઇ નાથાભાઇ ઝાલા – રહે. બાયપાસ રોડ, ૨૫-વારીયા પ્લોટ, મોરબી દિલીપભાઇ રતનભાઇ સંગાડા – રહે. સામાકાંઠે, શ્રીમદ સોસાયટી, મોરબી – પોલીસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી રોકડા રૂ. ૧,૧૮,૫૦૦/- નો મુદામાલ જપ્ત કર્યો છે. આ મામલે મોરબી ક્રાઇમ બ્રાંચે જુગાર ધારા મુજબ ગણનાપાત્ર કેસ શોધી કાઢી તમામ આરોપીઓ વિરૂદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!