MORBI:મોરબી એ-ડિવિઝન પોલીસની પ્રસંશનીય કામગીરી: ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ૮.૮૩ લાખનો મુદ્દામાલ પરત કરાયો







MORBI:મોરબી એ-ડિવિઝન પોલીસની પ્રસંશનીય કામગીરી: ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ૮.૮૩ લાખનો મુદ્દામાલ પરત કરાયો


પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે વધુ એક વખત સાર્થક કરી બતાવ્યું છે. ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત પોલીસે ટેકનોલોજી અને સઘન તપાસના જોરે લાખો રૂપિયાની કિંમતના ખોવાયેલા મોબાઈલ ફોન અને ચીલઝડપમાં ગયેલો સોનાનો ચેન શોધી કાઢીને અરજદારોને પરત સોંપ્યા છે.

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નાગરિકોના મોબાઈલ ગુમ થવા તેમજ ચોરી થવા અંગેની ફરિયાદો મળી હતી. આ ઉપરાંત ચીલઝડપની એક ઘટનામાં સોનાનો ચેન પણ ચોરાયો હતો. જે અન્વયે પોલીસ સ્ટાફ દ્વારા તાકીદે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને કુલ ₹૮,૮૩,૭૯૧/- ની કિંમતનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો.
પરત કરાયેલા મુદ્દામાલની વિગત:ખોવાયેલા મોબાઈલ: ૩૨ નંગ (કુલ કિંમત: ₹૭,૦૮,૭૯૧/-) સોનાનો ચેન: ૦૧ નંગ (કિંમત: ₹૧,૭૫,૦૦૦/-) ‘CEIR’ પોર્ટલ બન્યું મદદરૂપ
આ સફળતા પાછળ કેન્દ્ર સરકારના CEIR (Central Equipment Identity Register) પોર્ટલનો મહત્વનો ફાળો રહ્યો છે. એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા ખોવાયેલા મોબાઈલ ફોનની વિગતો આ પોર્ટલ પર એન્ટર કરી સતત મોનિટરિંગ રાખવામાં આવ્યું હતું. ટેકનિકલ વર્કઆઉટ અને સ્ટાફની ત્વરિત જહેમતના કારણે આ તમામ મોબાઈલ લોકેટ કરી લેવાયા હતા.
પોતાના કિંમતી મોબાઈલ અને સોનાનો ચેન પરત મળતા જ અરજદારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેમણે મોરબી પોલીસની આ કામગીરી તેમજ પારદર્શિતાની મુક્ત કંઠે પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.



