MORBI:મોરબીના લીલાપર રોડ ઉપર કેશવ પાર્ટી પ્લોટ પાસે કારમાં આગ લાગી
MORBI:મોરબીના લીલાપર રોડ ઉપર કેશવ પાર્ટી પ્લોટ પાસે કારમાં આગ લાગી
મોરબીના લીલાપર રોડ ઉપર કેશવ પાર્ટી પ્લોટ પાસે કિયા ગાડી નંબર GJ 36AC 4971 કારમા આગ ભભૂકી ઉઠતાં એક નું મોત થયું હોવાના એહવાલ સામે આવી રહ્યા છે
મળતી માહિતી મુજબ મોરબીના કેનાલ રોડ પર આજે બપોરે એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી છે. આગે થોડીવારમાં જ ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા આ અગમ્ય કારણોસર લાગેલી આગમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત ગંભીર રીતે દાઝી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. જો કે, અચાનક આગ લાગતા કારના દરવાજા લોક થઈ જતા કારમાં સવાર બળીને ભડથું થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં ફાયર વિભાગે ઘટનાસ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો.પણ પણ ત્યાં સુધીમાં કારમાં સવાર અજય નાનજીભાઈ ગોપાણી (ઉ.વ ૩૯) મોત નિપજ્યું હાલ ૧૦૮ મારફતે બોડી ને સિવિલ હોસ્પિટલ ખસેડાયેલ છે અને કાર અંદરથી મોરબી ફાયર ટીમે પાંચ લાખ રૂપિયા રોકડ રકમ ઘડિયાળ 8 જેટલા મોબાઈલ અને નાની મોટી ચીજવસ્તુ સોનાની વીંટી અને દોરા એક પિસ્તોલ એમના પિતરાઈ ભાઈને પોલીસની હાજરીમાં હેન્ડઓવર કરેલ છે આગ કિયા કારણોસર લાગી તે જાણવાની તજવીજ હાથ ધરી છે