HALVAD:હળવદના મયાપુર ગામે જમીન વિવાદમાં ખેડૂત દંપતી પર હુમલો: છ શખ્સો સામે ગુનો નોંધાયો




HALVAD:હળવદના મયાપુર ગામે જમીન વિવાદમાં ખેડૂત દંપતી પર હુમલો: છ શખ્સો સામે ગુનો નોંધાયો

હળવદ તાલુકાના મયાપુર ગામે જમીન ખાલી કરાવવાના મુદ્દે એક ખેડૂત દંપતી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં, જમીન પર કબજો મેળવવાના ઈરાદે આવેલા શખ્સોએ દંપતીને ઢીકાપાટુ અને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકે નોંધાઈ છે.

મયાપુર ગામે રહેતા અને ખેતીકામ કરતા ૫૦ વર્ષીય બળદેવભાઈ ભુદરભાઈ કણઝારીયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાની વાડીએ હતા ત્યારે હળવદના દિલિપભાઈ ધરમશીભાઈ પટેલ, મુન્નાભાઈ ભરવાડ અને અન્ય ચાર અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. આરોપીઓએ ‘આ ખેતર અમારું છે, ખાલી કરી દો’ તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી.
જોતજોતામાં મામલો બિચક્યો હતો અને ઉશ્કેરાયેલા શખ્સોએ બળદેવભાઈ તથા તેમના પત્ની રમીલાબેન પર લાકડાના ધોકા અને ઢીકાપાટુ વડે હુમલો કરી દીધો હતો. આ શખ્સોએ દંપતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.ખેડૂતની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે:કલમ ૧૧૫(૨): સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી.કલમ ૩૫૨: શાંતિ ભંગ કરવાના ઈરાદે અપમાન કરવું.કલમ ૩૫૧(૩): ગુનાહિત ધમકી.કલમ ૫૪: સમાન ઈરાદાથી કરવામાં આવેલું કૃત્ય.જી.પી. એક્ટ કલમ-૧૩૫: હથિયારબંધીના જાહેરનામાનો ભંગ.હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




