MORBI:મોરબીના માધાપર વિસ્તારમાં છેડતી બાબતે શખ્સને સમજાવવા ગયેલ બનેવી ઉપર છરી વડે હુમલો :સામસામી ફરિયાદ નોંધાઈ
MORBI:મોરબીના માધાપર વિસ્તારમાં છેડતી બાબતે શખ્સને સમજાવવા ગયેલ બનેવી ઉપર છરી વડે હુમલો :સામસામી ફરિયાદ નોંધાઈ
મોરબીના માધાપર વિસ્તારમાં સાળીની છેડતી કરનાર ટપોરીઓને સમજાવવા ગયેલા બનેવી ઉપર હુમલો કરી ચાર શખ્સોએ છરીના ઘા ઝીકી દીધા હતા. જ્યારે સામાપક્ષે સામું જોઈ કતરાવા બાબતે હુમલો કરાયાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માધાપરમાં આવેલ ઇસ્ત્રીની દુકાન નજીક આરોપી અવિનાશ મનાભાઈ કાઠિયાએ ફરિયાદી અજયભાઈ હર્ષદભાઈ વરાણીયા રહે.અંબિકા શેરી, માધાપર વાળાની સાળીની છેડતી કરી હોય ફરિયાદી અજયભાઈ અવિનાશને છેડતી નહિ કરવા સમજાવવા જતા આરોપી અવિનાશ, કપિલ કોળી, લાલી રમેશભાઈ પરેશા અને યશ ભગાભાઈ સથવારા સહિતનાઓએ છરીના ઘા ઝીકી દીધા હતા. જ્યારે સામાપક્ષે કલ્પેશ ધીરુભાઈ દેગામાએ આરોપી જય મુકેશભાઈ પાટડીયા, અજય હકાભાઈ વરાણીયા અને વિજય હકાભાઈ વરાણીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ફરિયાદી ઇસ્ત્રીની દુકાન પાસે હતા ત્યારે આરોપીઓએ કાતર મારી સામે જોતા ફરિયાદીએ ટોકતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ લાકડાના ધોકા વડે માર મારી સાહેદ રાહુલને ઝાપટ મારી પાઇપ વડે ઇજા પહોચાડી વાહનમાં નુકશાન કર્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.