GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના લૂંટાવદર પાસે બંધ કારખાનામાંથી રૂ. ૪.૨૫ લાખના કોપર વાયરની ચોરી: અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધાયો

 

MORBI:મોરબીના લૂંટાવદર પાસે બંધ કારખાનામાંથી રૂ. ૪.૨૫ લાખના કોપર વાયરની ચોરી: અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધાયો

 

મોરબીના લૂંટાવદર ગામની સીમમાં આવેલ એક બંધ કારખાનાને તસ્કરોએ નિશાન બનાવી પ્રોડક્શન શેડમાંથી રૂ. ૪.૨૫ લાખની કિંમતના કોપરના વાયરોની ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ, મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે, પરિશ્રમ એપાર્ટમેન્ટ (સ્વસ્તિક કો.ઓ. સોસાયટી) ખાતે રહેતા રાજેન્દ્રભાઈ મનજીભાઈ બાવરવાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. રાજેન્દ્રભાઈ લૂંટાવદર ગામની સીમમાં ‘ક્યોર અર્થ’ નામનું ડિસ્પોઝલ ડીશ મેન્યુફેક્ચરીંગનું કારખાનું ધરાવે છે, જે હાલ બંધ હાલતમાં છે.

મોડી રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ ગુનાહિત ઈરાદા સાથે કારખાનાના પ્રોડક્શન શેડની દીવાલના બાકોરામાંથી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ અંદરથી શટરના નટબોલ ખોલી, શેડમાં રાખેલા પેનલ બોર્ડથી લઈને તમામ મેન્યુફેક્ચરિંગ મશીનો સુધીના અલગ-અલગ સાઈઝના આશરે ૧૭૭૬ ફૂટ જેટલા કોપર કેબલ વાયર (કિંમત રૂ. ૪,૨૫,૦૦૦/-) કાપીને ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

સવારના સમયે ચોરીની ઘટના સામે આવતા કારખાના માલિકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. મોરબી તાલુકા પોલીસે રાજેન્દ્રભાઈ બાવરવાની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!