HALVAD:હળવદ રોડના ઉદ્યોગકારોના પ્રશ્નોને લઈ ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ સ્થળની રુબરુ મુલાકાત લીઘી.

HALVAD:હળવદ રોડના ઉદ્યોગકારોના પ્રશ્નોને લઈ ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ સ્થળની રુબરુ મુલાકાત લીઘી.
હળવદ રોડના ઉધોગકારોના પ્રશ્નોના નિરાકરણ માટે રુબરુ સ્થળ મુલાકાતે આવેલ ટંકારા પડધરીના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઇ દેથરિયાએ ઉધોગકારો સાથે એકોડઁ સ્લેબ ટાઇલ્સમા મિટીંગ કરેલ.ખાસ ઉંચી માંડલ થી તળાવિયા રોડ પર ટ્રાફિક ને અડચણ રુપ થતી બને સાઇડની ૧૧ કેવીની વિજ લાઇનોને અંડર ગ્રાઉન્ડ કરી વીજપોલ દુર કરવા પીજીવીસીએલના સંબંધિત અધિકારીઓને સુચના આપી તેમજ એકોડઁ સિરામિક પાસે નર્મદા કેનાલ ઉપરનના બ્રિજને પહોળો કરવા નર્મદા વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું તેમજ તળાવિયા શનાળા ગામથી નીચી માંડલ ના કાચા માર્ગને સીસી બનાવવા તેમજ ઘુંટુ ગામથી તળાવિયા શનાળા રોડ સુધીના કાચા માર્ગને સીસી તેમજ તળાવિયા શનાળા સીસી રોડને પહોળો બનાવવા સ્થળ વિઝિટ કરી.ઉધોગકારોને સરકારની યોજનાઓ વિશે માહિતગાર કર્યા આ મિટિંગમા સિરામિક એસોસિએશનના પુર્વ પ્રમુખશ્રી નરભેરામભાઇ સરડવા, પુર્વ ઉપપ્રમુખશ્રી નરેન્દ્રભાઈ સંઘાત ,કેપેકસીલના સિરામિક પેનલ ચેરમેન શ્રી નિલેશભાઈ જેતપરિયા,નિલસન ગૃપના સંજયભાઈ માકાસણા સાથે અગ્રણી ઉદ્યોગપતિ ભગવાનજીભાઈ, કેતનભાઈ (બાથેરો ગૃપ), જીતુભાઈ (લેવીસ ગૃપ) તેમજ યુવા ઉધોગકારોએ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઇ દેથરિયાનુ સ્વાગત અભિવાદન કર્યું










