MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઘૂટું ગામે અટલ સ્વાન્ત: સુખાય યોજના હેઠળ ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

MORBI:મોરબીના ઘૂટું ગામે અટલ સ્વાન્ત: સુખાય યોજના હેઠળ ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

 

 

અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનારા બાળક ના ગુણોને પાયામાંથી શીખ અપાવી આપણા શાસ્ત્રો માં ૧૬ સંસ્કાર ની વાત કરવામાં આવી છે તેમનો એક સંસ્કાર એટલે ગર્ભ સંસ્કાર માન જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે. એસ. પ્રજાપતિ સાહેબ શ્રી તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ સી ભટ્ટ સાહેબના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્તઃ સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવેલ છે

આજ રોજ તારીખ ૫-૪-૨૦૨૫ ના રોજ મોરબી-૨ ઘટક ના ઘૂટું ગામે સરમરિયા દાદા મંદિર જગ્યા માં ગર્ભ સંસ્કાર કાર્યક્રમ નું સરમરિયા દાદા મંદિર સાનિધ્ય માં આયોજન કરેલ જેમાં બાળ વિકાસ યોજના અધિકારી શ્રી ગોજીયા રમીલાબેન,જીલ્લા પંચાયત ના આઈ.સી.ડી.એસ.શાખાના પ્રતિનિધિ અશોકભાઈ, તાલુકા પંચાયતના સભ્યશ્રી વિનોદભાઈ ચોહાણ, ઘૂટું ગ્રામ પંચાયત ઉપ સરપંચશ્રી ગૌતમભાઈ ગ્રામ પંચાયત સભ્યશ્રી દેવજીભાઈ, મુખ્ય સેવિકાશ્રી તેમજ ગામના આગેવાનશ્રી ગણો હાજર રહેલ.

આ કાર્યક્રમ માં સગર્ભા મહિલા ના સારા સ્વાસ્થય માટે પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત ઘૂટું સેજાની આશરે ૨૫ સગર્ભા મહિલા લાભાર્થી ને અઠવાડિયા માં એક વાર તેમ ૩ મહિના સુધી સુખડી અને ખજુર આપવાની હોય તે હેતું થી આજે ઘૂટું ગૌશાળા સભ્ય શ્રી નરશીભાઈ સોરીયા તેમજ ઘૂટું ગરબી મંડળના સભ્યશ્રી જયશભાઈ દ્રારા સુખડી, ખજુર અને નાસ્તાનું સગર્ભા મહિલા ઓ ને અર્પણ કરી મુખ્ય દાતા બની ઉતમ ઉદાહરણ પૂરું પાડેલ છે.

Back to top button
error: Content is protected !!