MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પીપળી રોડ પર આવેલ ઈમ્પેરિયર કારખાનામાં લાગી આગ

 

MORBI:મોરબીના પીપળી રોડ પર આવેલ ઈમ્પેરિયર કારખાનામાં લાગી આગ

 

મોરબી: ઔદ્યોગિક નગરી મોરબીમાં આગની વધુ એક ઘટના સામે આવી છે. પીપળી રોડ પર બેલા ગામ પાસે આવેલ ઈમ્પેરિયર કારખાનામાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર બ્રિગેડની સમયસૂચકતાને કારણે મોટી હોનારત ટળી છે.

સમય: આજે સવારે અંદાજે 09:40 વાગ્યે ફાયર કંટ્રોલરૂમને આગ અંગેનો કોલ મળ્યો હતો. પીપળી રોડ, બેલા પાસે આવેલું ઈમ્પેરિયર કારખાનું.

કોલ મળતાની સાથે જ મોરબી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.ફાયર ફાઈટરો દ્વારા ભારે જહેમત બાદ આગ પર સમયસર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, જેને કારણે આગ વધુ ફેલાતી અટકી હતી. સૌથી રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.

Back to top button
error: Content is protected !!