GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના હરબટીયાળી ગામે ભરતકામના 30 કારીગરોના ક્ષમતાનિર્માણ માટે ચાર દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું 

TANKARA:ટંકારાના હરબટીયાળી ગામે ભરતકામના 30 કારીગરોના ક્ષમતાનિર્માણ માટે ચાર દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું

 

 

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા (EDII) અને દેવ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અમલીકૃત તેમજ SIDBI (સ્મોલ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા) ના સપોર્ટથી મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે સ્વાવલંબન આર્ટિસન ક્લસ્ટર રીવાઈવલ આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ગ્રામીણ સાહસિકતા ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે એક સંકલિત મોડલ અમલ કરવા ચાર દિવસીય ડોમેન સ્કિલ તાલીમ કાયક્રમ (કૌશલ્ય વર્ધન તાલીમ કાર્યક્રમ) નું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ માસ્ટર ટ્રેનર દ્વારા કારીગરોને ભરતકામ ડીઝાઈનનો અભ્યાસ, ભરતકામમાં ઉપયોગમાં લેવાતા જુદી- જુદી પ્રકારના ટાંકા પ્રોડક્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સાધન-સામગ્રી (ટુલકીટ) વિશે ઉંડાણપુર્વક સમજ આપવામાં આવી, પ્રોડક્ટ મેજરમેન્ટ ટેકનિક, પ્રોડક્ટ ડ્રાફટિંગ ટેકનિક, પ્રોડક્ટ કટીંગ ટેકનિક,ડાયરી,નવરાત્રી બેલ્ટ અને દુપટા પર ભરતકામની જુદી- જુદી ડીઝાઈન બનાવવા માટે જરૂરી માર્ગદર્શન કારીગરોને પ્રેકટીકલ પ્રોડકટ બનાવીને શિખવવામાં આવ્યું હતું કારીગરો દ્વારા તૈયાર કરેલ પ્રોડકટનું ગુણવતાના આધારે ગ્રેડિંગ કરીને તેની માર્કેટમાં મુકવા માટે કિંમત નક્કી કરી જેનાથી આગામી સમયમાં તેના વધારે ઓર્ડેર મળે તાલીમ દરમિયાન કારીગરો પણ પોતાની આજીવિકા મેળવી આત્મનિર્ભર બને તેવા ઉદેશ્ય માટે તાલીમ વખતે જે શિખવા મળ્યું જેમાંથી તેઓ નવી- નવી ડીઝાઈન બનાવતા શિખ્યા થયા છે.

આ ચાર દિવસીય ડોમેન સ્કિલ તાલીમ કાયક્રમ (કૌશલ્ય વર્ધન તાલીમ કાર્યક્રમ) માં હરબટીયાળી ગામના 30 કારીગર બહેનો જોડાયા હતા, આ તાલીમ દરમિયાન EDII, DRDA અને અંબુજા ફાઉન્ડેશન – મોરબી માંથી આવેલ તજજ્ઞો દ્વરા માર્ગદર્શન આપવામાં આવેલ હતું

Back to top button
error: Content is protected !!