MORBIMORBI CITY / TALUKO

MORBI:પ્રાઇવેટ વીજ કંપનીઓની દાદાગીરી સામે જેતપરથી મોરબી કલેક્ટર કચેરી સુધી ભવ્ય ટ્રેક્ટર રેલી યોજાઈ 

 

MORBI:પ્રાઇવેટ વીજ કંપનીઓની દાદાગીરી સામે જેતપરથી મોરબી કલેક્ટર કચેરી સુધી ભવ્ય ટ્રેક્ટર રેલી યોજાઈ

ખેડૂતોના પડતર પ્રશ્નો અને પ્રાઇવેટ વીજ કંપનીઓની કથિત દાદાગીરી સામે આજે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પોતાની પડતર માંગણીઓ અને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે જેતપર ખાતેથી એક વિશાળ ખેડૂત રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ આક્રોશ રેલીમાં જેતપર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેક્ટરો લઈને જોડાયા છે. રસ્તાઓ પર ટ્રેક્ટરોની લાંબી કતારો જોવા મળી રહી છે, જે ખેડૂતોના સંગઠન અને તેમના આક્રોશની ભવ્યતા દર્શાવે છે.

આ અંગે મળતી માહિતી મુજબ, જેતપરથી શરૂ થયેલી આ ટ્રેક્ટર રેલી મોરબી કલેક્ટર કચેરી ખાતે પહોંચશે. ખેડૂત આગેવાનોના જણાવ્યા અનુસાર, પ્રાઇવેટ વીજ કંપનીઓ દ્વારા અવારનવાર કરવામાં આવતી હેરાનગતિ અને દાદાગીરીથી જગતનો તાત કંટાળી ગયો છે. આ અન્યાયી નીતિઓ સામે ખેડૂતો મોરબી જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર સોંપશે અને પોતાની ઉગ્ર રજૂઆત કરશે.

ખેડૂતોનો સુર: “જ્યાં સુધી પ્રાઇવેટ વીજ કંપનીઓની મનસ્વી નીતિઓ અને દાદાગીરી બંધ નહીં થાય, ત્યાં સુધી ખેડૂતો પોતાના હક માટે લડતા રહેશે.”હાલ આ રેલી શાંતિપૂર્ણ પરંતુ મક્કમ ઈરાદા સાથે મોરબી તરફ આગળ વધી રહી છે, જેને પગલે વહીવટી તંત્ર અને પોલીસ કાફલો પણ સતર્ક બન્યો છે.

Back to top button
error: Content is protected !!