GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:​મોરબીમાં છરી બતાવી લૂંટ ચલાવતી અને ચોરી કરતી ત્રિપૂટી ઝડપાઈ: રૂ. ૭૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત

 

MORBI:​મોરબીમાં છરી બતાવી લૂંટ ચલાવતી અને ચોરી કરતી ત્રિપૂટી ઝડપાઈ: રૂ. ૭૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત

 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરપ્રાંતીય મજૂરોને છરી બતાવી લૂંટ ચલાવતી અને લેબર ક્વાર્ટરમાંથી મોબાઇલની ચોરી કરતી સક્રિય ગેંગને તાલુકા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી છે. પોલીસે ત્રણ આરોપીઓ પાસેથી લૂંટાયેલા મોબાઇલ, છરી, રોકડ રકમ અને બાઇક મળી કુલ રૂ. ૭૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

 

લૂંટનો બનાવ: ગત તા. ૨૭/૦૮/૨૦૨૬ના રોજ રાત્રિના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં ભરતનગરથી ખોખરા હનુમાન તરફ જતા રોડ પર ત્રણ અજાણ્યા ઇસમોએ ફરિયાદી તથા તેમના સાથીઓને છરી બતાવી, મારી નાખવાની ધમકી આપી રૂ. ૧૦,૦૦૦ની કિંમતના ૨ મોબાઇલ ફોન અને રૂ. ૧,૦૦૦ રોકડાની લૂંટ ચલાવી હતી. રંગપર-જીવાપર રોડ પર આવેલ લુપ્ટેન સિરામિકના લેબર ક્વાર્ટરમાં મોડી રાત્રે પ્રવેશી અજાણ્યા ચોરોએ રૂ. ૨૯,૦૦૦ની કિંમતના અલગ-અલગ કંપનીના ૭ મોબાઇલ ફોનની ચોરી કરી હતી.

આ બંને વણશોધાયેલા ગુનાઓને ઉકેલવા માટે મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે બેલા(રંગપર)થી ખોખરા હનુમાન તરફ જતા રોડ પર ૬૬ કેવી સબ સ્ટેશન પાસે વોચ ગોઠવીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓ – વિકાસભાઈ અનિલભાઈ લોરીયા (રહે. ઇન્દિરાનગર, સામાકાંઠે, મોરબી; મૂળ રહે. કોટડાનાયાણી, તા. વાંકાનેર) ભૂપતભાઈ મોહનભાઈ ચૌહાણ (રહે. ઇન્દિરાનગર, ખોડિયાર માના મંદિર સામે, મોરબી-૦૨) ચિરાગભાઈ નાનજીભાઈ ચાવડા (રહે. ઇન્દિરાનગર, રામાપીરના મંદિર પાસે, મોરબી; મૂળ રહે. મહેન્દ્રનગર, જી. મોરબી) કબજે કરેલો મુદ્દામાલ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન (નંગ-૧૨) – કિંમત રૂ. ૫૪,૦૦૦/- તીક્ષ્ણ અણીદાર છરી (નંગ-૦૧) રોકડ રકમ – રૂ. ૧,૦૦૦/-એક્સેસ મોટરસાઇકલ (નંબર GJ-36-AQ-1165) – કિંમત રૂ. ૨૦,૦૦૦/-કુલ મુદ્દામાલ: રૂ. ૭૫,૦૦૦/-પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!