GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જુનાઘૂંટુ રોડ પરથી વિદેશી દારૂ અને વાહન સાથે મોટો જથ્થો ઝડપાયો

 

MORBI:મોરબીના જુનાઘૂંટુ રોડ પરથી વિદેશી દારૂ અને વાહન સાથે મોટો જથ્થો ઝડપાયો

 

આગામી શ્રાવણ માસના તહેવારોને ધ્યાને રાખીને મોરબી જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહીબિશન અને જુગારની પ્રવૃત્તિઓ પર નાકેબંધી અને કડક કાયદાકીય કાર્યવાહી કરવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા (બોર્ડર રેન્જ ભુજ) અને મોરબી જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી મુકેશ પટેલ દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબીના પો.ઇન્સ. શ્રી એસ.પી. જાડેજા, પો.સબ.ઇન્સ. શ્રી બી.ડી. ભટ્ટ તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સબ.ઇન્સ. શ્રી વી.જી. માલાણી અને તેમની ટીમે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.

​એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની સંયુક્ત ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે જુનાઘૂંટુ રોડ પર આવેલ સિલ્વરપાર્ક સોસાયટી પાસે એક મારૂતી કંપનીની ‘સુપર કેરી’ માલવાહક ગાડી (નંબર: GJ36V5715) નો ચાલક ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખીને કોઈને સપ્લાય કરવાની પેરવીમાં છે. બાતમીના આધારે પોલીસે તુરંત જ દરોડો પાડ્યો હતો.

​પોલીસની રેઇડ દરમિયાન વાહન ચાલક ગાડી રેઢી મૂકીને નાસી છૂટ્યો હતો. ગાડીની તલાશી લેતાં તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની કુલ ૧,૦૯૨ બોટલો મળી આવી હતી. મોરબી સીટી બી ડીવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ અંગે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધી નાસી છૂટેલા ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કબ્જે કરેલ મુદ્દામાલની વિગત:ઓલ સિઝન ગોલ્ડ કલેક્શન રીઝર્વ વ્હીસ્કી: ૫૧૬ બોટલ (કિંમત ₹૩,૮૫,૪૫૨/-) ​રોયલ સ્ટગ એક્સક્યુઝીટ વ્હીસ્કી: ૪૮૦ બોટલ (કિંમત ₹૩,૨૯,૨૮૦/-) બ્લેન્ડર્સ પ્રાઇડ એક્સક્યુઝીટ પ્રિમીયમ વ્હીસ્કી: ૯૬ બોટલ (કિંમત ₹૧,૦૬,૫૬૦/-) ​મારૂતી સુપર કેરી ગાડી (GJ36V5715): કિંમત ₹૩,૦૦,૦૦૦/- કુલ જપ્ત મુદ્દામાલ: ₹૧૧,૨૧,૨૯૨/-મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!