MORBI:મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં 10 વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો
MORBI:મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં 10 વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો
મોરબીના એક ગ્રામ્ય વિસ્તારમાં 10 વર્ષની માસૂમ બાળકી ઉપર એક શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવતા તાલુકા પોલીસે બાળકીને ચોકલેટ અને મોબાઈલની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર નરાધમને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા એક કારખાનામાં કામ કરતા શ્રમિક પરિવારની 10 વર્ષની માસૂમ પુત્રી ઉપર મૂળ મધ્યપ્રદેશના વતની એવા આરોપી ભરત ભગીરથભાઈ માલવીયાએ બદકામના ઇરાદે નજર બગાડી હતી.પહેલા આ શખ્સે બાળકીને ચોકલેટ અને મોબાઈલની લાલચ આપી હતી અને આરોપીએ પહેલા બાળકીના શારીરિક અડપલાં કરી બાદમાં કુકર્મ આચર્યું હતું. આથી આ બનાવની ભોગ બનનાર બાળકીના પરિવારજનોને ખબર પડતાં આરોપીના કુકર્મનો ભાંડો ફૂટી ગયો હતો. બાદમાં ભોગ બનનાર બાળકીના પરિવારજનોએ આરોપી સામે દુષ્કર્મની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે..