MORBI:મોરબી ત્રાજપર ખારી વિસ્તારમાં રહેણાંક મકાન પર પોલીસનો દરોડો, વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો







MORBI:મોરબી ત્રાજપર ખારી વિસ્તારમાં રહેણાંક મકાન પર પોલીસનો દરોડો, વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો


શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે સામાકાંઠે આવેલા ત્રાજપર ખારી વિસ્તારમાં સફળ દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રહેણાંક મકાનમાંથી દારૂની 64 બોટલો સાથે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, મોરબી સિટી બી ડિવિઝન પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં આવેલી રામજી મંદિર વાળી શેરીમાં રહેતો અજયભાઇ સુખાભાઇ બાબરીયા નામનો શખ્સ પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખી તેનું વેચાણ કરે છે. આ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી ઉક્ત મકાનમાં દરોડો પાડ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન મકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 64 બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા 12,400 જણાવવામાં આવી રહી છે. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી અજય બાબરીયાની સ્થળ પરથી જ ધરપકડ કરી હતી.
આ મામલે બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેમાં અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસ પૂછપરછ કરી રહી છે.



