GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા માઈનોરિટી કોંગ્રેસમાં સંગઠનને નવી ધાર: વિવિધ હોદ્દેદારોની વરણીથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ

 

MORBI:મોરબી જિલ્લા માઈનોરિટી કોંગ્રેસમાં સંગઠનને નવી ધાર: વિવિધ હોદ્દેદારોની વરણીથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ

 

 

મોરબી: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા મોરબી જિલ્લામાં સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા માટે વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે જિલ્લા માઈનોરિટી સમિતિમાં નવી નિમણૂકો જાહેર કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન જનાબ વજીર ખાન પઠાણના માર્ગદર્શન અને પૂર્વ ધારાસભ્ય મો. જાવેદ પીરઝાદાની ભલામણના આધારે, વિભાગના વાઇસ ચેરમેન જનાબ ઇરફાન પીરઝાદા અને મોરબી જિલ્લા માયાનોરીટી કોંગ્રેસ ચેરમેન શ્રી ઈરફાનભાઈ ચૌધરીની મંજૂરીથી મુસા ઓસમાનભાઈ વડાવરિયાને મોરબી જિલ્લા માઈનોરિટી કોંગ્રેસ કમિટીના મહામંત્રી તરીકે નિમણૂક આપવામાં આવી છે.

નિમણૂક પત્રમાં નવા હોદ્દેદારને કોંગ્રેસ માઈનોરિટી વિભાગના કાર્યક્રમોને વેગ આપવા, સંગઠનને વધુ મજબૂત બનાવવા અને કાર્યકર્તાઓને સાથે લઈને પક્ષને મજબૂત બનાવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને બદલાતા રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સંગઠનને તળિયાના સ્તરે મજબૂત બનાવવા પ્રયત્નશીલ છે. મોરબી જેવા રાજકીય રીતે મહત્વના જિલ્લામાં માઈનોરિટી સમાજ સુધી પહોંચ વધારવા માટે કરવામાં આવતી આ નિમણૂકોને સંગઠન વિસ્તરણની વ્યૂહરચનાનો ભાગ માનવામાં આવે છે.રાજકીય વિશ્લેષકોના મતે, ગુજરાત પ્રદેશ માયાનોરીટી ડિપાર્ટમેન્ટ ચેરમેન વજીરખાન પઠાણ, પૂર્વ ધારાસભ્ય મો. જાવેદ પીરઝાદા અને વાઇસ ચેરમેન ઇરફાન પીરઝાદા અને મોરબી જિલ્લા માયાનોરીટી કોંગ્રેસ ચેરમેન શ્રી ઈરફાનભાઈ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ નવી ટીમ મેદાનમાં કેટલી સક્રિયતા દર્શાવે છે તેના પર કોંગ્રેસના સંગઠનની અસરકારકતા નિર્ભર રહેશે. માત્ર હોદ્દાની જાહેરાત કરતાં જનસંપર્ક, કાર્યકર્તાઓનું સશક્તિકરણ અને લોકોના પ્રશ્નો માટે સતત કામગીરી વધુ મહત્વની રહેશે. નવી નિમણૂકો બાદ કોંગ્રેસના સ્થાનિક સંગઠનમાં નવી ઊર્જા અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે આગામી દિવસોમાં આ ટીમનું મેદાની પ્રદર્શન રાજકીય રીતે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Back to top button
error: Content is protected !!