વિજાપુર ટાવર બજાર મા ચોરીઓનો ઉપદ્રવ વધતાં વેપારીઓએ દુકાનો બંધ રાખી પોલીસ અને મામલતદાર ને આવેદન પત્ર સપ્રદ કર્યું
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ટાવર ચોક બજાર મા આવેલ કરીયાણા જેવલર્સ ફરસાણ મેડિકલ ની દુકાનો મા થયેલ ચોરીઓ બાદ ફરી થી ચોરો સક્રિય થતાં બજાર ના વેપારીઓ દુકાનો બંધ રાખી ને પોલીસ અધિકારી તેમજ મામલતદાર કચેરી એ રેલી સ્વરૂપે જઇ ને આવેદનપત્ર આપ્યું હતું. ટાવર બજાર મા દિવસ અને રાત્રી દરમ્યાન અસામાજિક તત્ત્વો નો વધી રહેલા ત્રાસ તેમજ ચોરીઓ ના બનાવો અટકાવવા માટે પોલીસ પોઇન્ટ આપવા તેમજ રાત્રી સમયે ટાવર ચોક ચબૂતરા આસપાસ પેટ્રોલીંગ વધારવા માટે માંગ કરી મામલતદાર ને અને પોલીસ અધિકારી ને રજૂઆત કરી હતી. આવેદન સ્વીકારતા ઇન્ચાર્જ પોલીસ અધિકારી તેમજ મામલતદાર શૈલેષ સિંહ બારીયા એ વેપારીઓને ટાવર બજાર ની આસપાસ ફેલાઈ રહેલી અસામાજિક પ્રવૃત્તિઓ સામે તેમજ ચોરી ના બનાવો ના બને તેના માટે કાર્યવાહી કરવા મા આવશે તેવો દિલાસો આપ્યો હતો. ઇન્ચાર્જ પોલીસ અધિકારી એ જણાવ્યું હતું ટાવર બજાર મા અગાઉ થયેલ 14 જેટલી દુકાન ચોરીમાં એક શંકાસ્પદ ઈસમ જડપી તેની સામે કાર્યવાહી કરી છે. બજાર મા ફરસાણ ની દુકાન ધરાવતા નિમેષ સુખડીયા એ જણાવ્યું હતુ કે હાલ મા ધોળા દિવસે પણ કેટલાક અસામાજિક તત્વો બજાર માં ધારીયા તેમજ ધોકા લઈ ને ફરી રહ્યા છે. વેપારીઓ ને ધમકી ઓ આપે છે. દુકાન આગળ રાખવા મા આવેલ ચીજ વસ્તુઓ ઉઠાવી લઈ જાય છે.અગાઉ પણ ચોરી ના બનાવ મા સીસી કેમેરા મા કેદ થયેલ ઈસમ પોલીસ અધિકારી ને વિડિયો પણ રજૂ કર્યો છે. ટાવર બજાર મા પહેલા પોલીસ મથક હતું ત્યારે અસમાજિક પ્રવતિઓ ઉપર ઘણી રોક હતી. હવે પોલીસ મથક નથી સબજેલ પણ બંધ છે. પોલીસ અવર જવર પણ ઓછી થઈ છે. જેના કારણે આવા તત્વો ને છૂટો દોર મળ્યો છે. જેથી હાલમાં ટાવર બજાર અને ચબૂતરા પાસે પોલીસ નો પોઇન્ટ અત્યંત જરૂરી બન્યો છે. તેવી બજાર ના વેપારીઓ એ માંગ કરી હતી.





