MORBI:મોરબી રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક આરોપીની ધરપકડ

MORBI:મોરબી રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક આરોપીની ધરપકડ
મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ, એલ.સી.બી. (LCB) અને ફર્લો સ્ક્વોડની સંયુક્ત ટીમે એક સફળ કામગીરી કરીને રૂ. ૭૮,૧૯૦ની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી છે.
મળતી વિગતો અનુસાર, પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલી રીજન્ટા હોટલ નજીક મફતિયાપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તપાસ હાથ ધરતા મકાનમાંથી વિદેશી દારૂની બોટલો, ચપલા અને ફ્રુટી પેકિંગ મળી કુલ ૪૪૬ નંગ (કિંમત રૂ. ૭૮,૧૯૦) નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
આ મામલે પોલીસે મકાનમાલિક સતીષભાઈ તેજાભાઈ પરમાર (ઉં.વ. ૩૩) ની સ્થળ પરથી જ ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








