MORBI:મોરબી દિવ્યાંગોના જીવનમાં આશાનું કિરણ: સામાજિક સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને વ્હીલચેર અર્પણ કરાઈ




MORBI:મોરબી દિવ્યાંગોના જીવનમાં આશાનું કિરણ: સામાજિક સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને વ્હીલચેર અર્પણ કરાઈ

સમાજમાં વંચિત અને દિવ્યાંગ વ્યક્તિઓના જીવનને વધુ સરળ અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે ‘આશા કી કિરણ’ સામાજિક સંસ્થા દ્વારા એક પ્રશંસનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ પ્રસંગે જન્મજાત અથવા અન્ય કોઈ કારણોસર વિકલાંગતા ભોગવી રહેલા જરૂરિયાતમંદ લોકોને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

છેલ્લા ૬ મહિનાથી સમાજ સેવાના કાર્યોમાં સક્રિય ‘હોપ ફાઉન્ડેશન’ના કિરણજી દ્વારા આ સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. દિવ્યાંગો રોજિંદા જીવનમાં સ્વાવલંબી બની શકે તે માટે આ કાર્યક્રમમાં દરેક લાભાર્થીની શારીરિક સ્થિતિ અને વિકલાંગતાની જરૂરિયાત મુજબ જ વ્હીલચેરની પસંદગી કરીને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. વ્હીલચેર મેળવીને લાભાર્થીઓના ચહેરા પર ખુશી અને સંતોષની લાગણી જોવા મળી હતી.

સંસ્થાના આ સેવકાર્યને સફળ બનાવવા માટે અનેક મહિલા અગ્રણીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે સંસ્થા વતી:નીતુ શર્મા ,જ્યોતિ શર્મા ,શિખા જૈન ,શિખા ચૌધરી ,નુપુર વર્મા ,ગીતા મિત્તલ ,વંદના શર્મા ,છાયા કટિહાર ,પ્રીતિ ગડમ ,ડિમ્પલ ચૌહાણ વગેરે ખાસ ઉપસ્થિત રહીને કાર્યક્રમને વેગ આપ્યો હતો અને દિવ્યાંગોનો ઉત્સાહ વધાર્યો હતો. સંસ્થાની આ પહેલને સમાજના વિવિધ વર્ગો દ્વારા બિરદાવવામાં આવી રહી છે.



