MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: વોર્ડ નંબર 11 માં ભાજપની પેનલનો ભવ્ય વિજય





MORBI:મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: વોર્ડ નંબર 11 માં ભાજપની પેનલનો ભવ્ય વિજય

મોરબી: મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થતા જ ભાજપના છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 11 માં ભારતીય જનતા પાર્ટી (BJP) ની આખી પેનલે શાનદાર જીત હાંસલ કરી છે.

વોર્ડ નંબર 11 માંથી વિજયી થયેલા ભાજપના ચાર ઉમેદવારો નીચે મુજબ છે:
ભારતીબેન ચુનીલાલ પરમાર
નીરૂપાબેન નિલેષભાઈ કાલરીયા
રવિન્દ્રભાઈ ધનજીભાઈ સનાવડા
ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા
ચૂંટણી પરિણામો જાહેર થતા જ વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ વિજેતાઓએ મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે, આ જીત જનતાના વિશ્વાસ અને વિકાસની જીત છે. વોર્ડના રહીશોએ પણ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.



