MORBI:મોરબી જિલ્લામાં બાળકોમાં કૌશલ્ય-કળાઓના સંચાર માટે એલ.ઈ. કોલેજ ખાતે યોજાઇ રહ્યો છે સ્કિલ ડેવલોપમેન્ટ વર્કશોપ
MORBI:મોરબી જિલ્લામાં બાળકોમાં કૌશલ્ય-કળાઓના સંચાર માટે એલ.ઈ. કોલેજ ખાતે યોજાઇ રહ્યો છે સ્કિલ ડેવલોપમેન્ટ વર્કશોપ
સરકારી શાળાના ધો. ૬ થી ૮ ના બાળકો માટે ચિત્ર, ચેસ , કાવ્ય અને વાર્તા લેખન માટે પ્રેશિક્ષિત કરવા જિલ્લા પંચાયતનું નૂતન આયોજન
વેકેશનમાં બાળકોમાં કૌશલ્ય વિકસે તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સુંદર આયોજન; ૮૦ થી વધુ બાળકો લઈ રહ્યા છે લાભ
મોરબી જિલ્લામાં સરકારી શાળાઓમાં ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં કૌશલ્ય કળાઓનો વિકાસ થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શિક્ષણ શાખા દ્વારા જિલ્લા કક્ષાએ ડેવલોપમેન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
વેકેશન દરમિયાન બાળકો તેમના મનગમતા વિષયોમાં આગળ વધી શકે, તેમની અંદર રહેલી સુષુપ્ત કળાઓ બહાર આવે અને સોળે કળાએ પાંગરે તથા તેમની અંદર વિવિધ કૌશલ્ય કળાઓનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ નૂતન પહેલ કરવામાં આવી છે. જ્યાં ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટે ચિત્ર, વાર્તા અને કાવ્યલેખન તથા ચેસ માટે નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્કશોપ અંતર્ગત ૨૬ બાળકો ચેસ, ૩૭ બાળકો ચિત્ર તથા ૨૫ બાળકો કાવ્ય અને વાર્તા લેખન અંગે જરૂરી પ્રશિક્ષણ મેળવી રહ્યા છે. જિલ્લાના કુલ ૮૦ થી વધુ બાળકો આ વર્કશોપનો લાભ લઈ રહ્યા છે. આ બાળકોને નિષ્ણાતો દ્વારા ચિત્ર અંગે ભૌમિતિક અલંકૃત મોડર્ન અમુર્ત આકાર પેન્સિલ મંડલા સહિત વિવિધ ચિત્રો અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે કાવ્ય અને વાર્તા લેખન ચેસ ઉપરાંત મનોવૈજ્ઞાનિક કસોટીઓ અને એપ્ટીટ્યુડ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ શાખા દ્વારા ખુબ જ સુંદર રીતે આ વર્કશોપનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.