GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:જન્મદિવસની અનોખી ઉજવણી: મોરબીના યુવકે પોતાના બર્થ-ડે પર ૪૨મી વખત રક્તદાન કરી માનવતા મહેકાવી

MORBI:જન્મદિવસની અનોખી ઉજવણી: મોરબીના યુવકે પોતાના બર્થ-ડે પર ૪૨મી વખત રક્તદાન કરી માનવતા મહેકાવી

 

 

સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી કેક કાપીને કે પાર્ટીઓ કરીને કરવામાં આવતી હોય છે, પરંતુ મોરબીમાં એક અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી જોવા મળી છે. યંગ ઈન્ડિયા ગ્રૂપની “લોહીમાં છે માનવતા” રક્તદાન મુહિમ અંતર્ગત એક યુવકે પોતાના જન્મદિવસ નિમિત્તે જીવનનું ૪૨મું રક્તદાન કરીને સમાજ સામે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રક્તદાનને માત્ર સામાજિક સેવા નહીં પરંતુ કોઈ જરૂરિયાતમંદનો જીવ બચાવવાનું પુણ્યકાર્ય ગણાવતા તેમણે જણાવ્યું હતું કે, અકસ્માત, પ્રસૂતિ સમયની જટિલતાઓ, થેલેસેમિયા પીડિત બાળકો કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે સમયસર મળતું લોહી જીવનદાતા સાબિત થાય છે. લોકોમાં એવી ભ્રમણા હોય છે કે રક્તદાનથી નબળાઈ આવે છે, પરંતુ વાસ્તવમાં રક્તદાનથી શરીરમાં કોઈ નબળાઈ આવતી નથી પણ કોઈના ઘરમાં ખુશીનો દીપક પ્રગટે છે.

યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા “લોહીમાં છે માનવતા” ઝુંબેશ હેઠળ લોકોને જન્મદિવસ, લગ્ન-વર્ષગાંઠ કે અન્ય શુભ પ્રસંગોએ સ્વૈચ્છિક રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. એક બોટલ રક્ત કોઈના માટે નવજીવન બની શકે છે, તેથી દરેક સ્વસ્થ અને પાત્ર વ્યક્તિએ નિયમિત રક્તદાન કરી માનવતાની આ સાંકળને વધુ મજબૂત બનાવવી જોઈએ.

Back to top button
error: Content is protected !!