MORBI:મોરબી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં સેવાકીય કાર્યો સાથે શિક્ષિકાના જન્મદિનની અનોખી ઉજવણી

MORBI:મોરબી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં સેવાકીય કાર્યો સાથે શિક્ષિકાના જન્મદિનની અનોખી ઉજવણી
શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળા (તા.જિ. મોરબી) ખાતે આજે સોમવાર, તારીખ 20-07-2026 ના રોજ શાળામાં આસિસ્ટન્ટ શિક્ષિકા તરીકે ફરજ બજાવતા વિરડા ભાવનાબેન વેરાભાઈના જન્મદિન નિમિત્તે એક અનોખી અને સરાહનીય ઉજવણી કરવામાં આવી હતી.
ભાવનાબેને પોતાના જન્મદિનની ઉજવણી કોઈ વ્યક્તિગત ખર્ચ કરવાને બદલે શાળાના બાળકો સાથે કરવાનો ઉમદા નિર્ણય લીધો હતો. આ પ્રસંગે તેમણે બાલવાટિકાથી લઈને ધોરણ 1 થી 8 સુધીના શાળાના તમામ 234 વિદ્યાર્થીઓ તેમજ ખાનપર ગામની શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને પ્રેમપૂર્વક પાંઉભાજીનું ભોજન કરાવીને પોતાના જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો.શાળા પરિવારના બાળકોએ ભોજનનો આનંદ માણી શિક્ષિકાશ્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ તકે શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ મિત્રો દ્વારા ભાવનાબેનને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.શાળા પરિવાર તેમજ ગ્રામજનો દ્વારા ભાવનાબેનના આ સેવાકીય અને પ્રેરણાદાયી કાર્ય બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.








