BHUJKUTCH

ભુજ તાલુકા શિક્ષક મંડળીએ સભાસદોના તેજસ્વી તારલાઓને સન્માન્યા.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

4.જુલાઈ – ભુજ

સભાસદોને સ્થળ પર જ ભેટ ઉપરાંત ડિવિડન્ડ અપાયું.

શ્રી ભુજ તાલુકા પં. પ્રાથમિક શિક્ષક કર્મચારીઓની ધિરાણ સહકાર મંડળીની વાર્ષિક સાધારણ સભા નવી લોહાણા મહાજન વાડી, ભુજ ખાતે યોજાઇ હતી. પ્રમુખ નિલેશ ગોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સાધારણ સભામાં જિલ્લા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ રશ્મિકાંત પંડ્યા, જિલ્લા મંડળીના પૂર્વ પ્રમુખ ધીરજ ઠક્કર, પ્રમુખ રાજેશ ગોર, ઉપપ્રમુખ રશ્મિકાંત ઠક્કર, તાલુકા મંડળીના પૂર્વ પ્રમુખ ઠાકરશી મચ્છર, દશરથ કાપડી, ભુજ તાલુકા સંઘના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, મહામંત્રી મેહુલ જોષી સહિતના આગેવાનો ઉપરાંત બહોળી સંખ્યામાં સભાસદો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામત વસરા સહિતના મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. મંડળીના ઉપપ્રમુખ ભાવેશ મોતાએ સૌને આવકાર્યા હતા તો માનદમંત્રી હરિસિંહ જાડેજાએ ગત સાધારણ સભાની કાર્યવાહીનું વાંચન કર્યું હતું અને વર્ષ ૨૦૨૨ – ૨૩ ના વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતા જેને સૌ સભ્યોએ હાથ ઉંચા કરી સર્વાનુમતે બહાલી આપી હતી. ગત વર્ષ દરમ્યાન મંડળીએ કરેલ રૂ. ૨૩ લાખ ૭૩ હજાર જેટલા નફાનો શ્રેય તેમણે સૌ સભાસદોને આપ્યો હતો. આ તકે પ્રમુખ નિલેશ ગોર દ્વારા મંડળીએ કરેલ નફાની નિયમાનુસારની ફાળવણી કરવામાં આવી હતી અને મંડળીની કાર્યવાહીની પ્રગતિનો અહેવાલ રજૂ કરાયો હતો. મંડળીનું શેર ભંડોળ એક કરોડના બદલે દોઢ કરોડ કરવા તથા માસિક ફરજિયાત બચત ૭૦૦ માંથી ૧૦૦૦ કરવા ઠરાવો કરાયા હતા. આ સાથે સભાસદોના સંતાનો કે જેમણે ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષામાં ૬૦ ટકા કે તેથી વધારે ગુણથી ઉતીર્ણ થયેલા હતા તેવા તમામ તેજસ્વી તારલાઓનું મીનાબેન પ્રવિણ ભદ્રા પરિવાર, કૃપાબેન રસિકલાલ નાકર પરિવાર તથા તાલુકા મંડળી વતી શિલ્ડ, મેડલ, શૈક્ષણિક કીટ તથા રોકડ પુરસ્કારથી મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સરસ્વતી સન્માનના બન્ને દાતાઓનું વિશેષ સન્માન ઉપરાંત વર્ષ દરમ્યાન મંડળીને ભેટ આપનાર સભાસદોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેલ જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે બાળકોને પ્રોત્સાહિત કરી તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી અને મંડળીની પ્રગતિને બિરદાવી હતી. તો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામત વસરાએ જવાહર નવોદય વિદ્યાલયમાં બાળકોના પ્રવેશ માટે મહેનત કરનાર શિક્ષકોનું વિશેષ અભિવાદન કર્યું હતું. જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય સંજય ઠાકર, તાલુકા વિકાસ અધિકારી વજેસંગ પરમાર, બી.આર.સી. કો. ઓર્ડીનેટર ભરત પટોડિયા વગેરેએ આયોજનને બિરદાવી સૌને શુભકામનાઓ પાઠવી હતી. મંડળીના તમામ સભ્યો, મહેમાનો તથા બાળકો માટે સ્વરૂચી ભોજનની વ્યવસ્થા મંડળી તરફથી કરવામાં આવી હતી. સભાસદોને સ્થળ પર જ ૧૦ ટકા લેખે ડિવિડન્ડ તથા ફરજિયાત બચત પર વ્યાજની રકમ મળી કુલ રૂ. ૧૩ લાખની રોકડમાં ચૂકવણી કરવામાં આવી હતી અને દિવાલ ઘડિયાળ સ્વરૂપે તમામ સભ્યોને આકર્ષક ભેટ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયેન્દ્રસિંહ ઝાલા અને પરેશ મોતાએ જ્યારે આભારવિધિ અશોક જાટીયાએ કરી હતી.સમગ્ર આયોજનને સફળ બનાવવા મંડળીના કિશોર ડાભી, ઉમંગ પરમાર, ગિરીશ ચૌહાણ, ઉત્તમ મોતા, આશુતોષ પંડ્યા, ધીરજબા વાઘેલા, ચિંતન કાપડી, મહેશ બારોટ સહિતનાઓ જહેમત ઉઠાવી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!