GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી: સામાકાંઠે ફ્લોરા હોમ્સ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, સ્થાનિકોએ બમ્પ બનાવવા કરી તાત્કાલિક માંગ

 

MORBI:મોરબી: સામાકાંઠે ફ્લોરા હોમ્સ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, સ્થાનિકોએ બમ્પ બનાવવા કરી તાત્કાલિક માંગ

 

 

મોરબીના સામાકાંઠે આવેલા ફ્લોરા હોમ્સ પાસે આજે બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ વિસ્તારમાં ફ્લોરા હોમ્સ, નટવર પાર્ક અને અમૃત પાર્ક એમ ત્રણ મોટી સોસાયટીઓનો મુખ્ય રસ્તો ભેગો થતો હોવાથી દરરોજ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર રહે છે, પરંતુ બમ્પના અભાવે આ સ્થળ હવે અકસ્માત ઝોન બની ગયું છે.

સ્થાનિક રહાિશના જણાવ્યા અનુસાર, આશરે છ મહિના પહેલાં આ જગ્યા પર સ્પીડ બ્રેકર (બમ્પ) આવેલા હતા. પરંતુ કોઈ કારણોસર બમ્પ દૂર કરાયા બાદ અથવા રસ્તાના કામકાજ પછી નવેસરથી બમ્પ ન બનાવવામાં આવતાં વાહનચાલકો પુરઝડપે વાહનો હંકારી રહ્યા છે. પરિણામે છેલ્લા કેટલાક સમયથી અહીં દર અઠવાડિયે દરરોજ બે થી ત્રણ નાના-મોટા અકસ્માતો સર્જાવા સામાન્ય બની ગયા છે.

આજે બે બાઇક વચ્ચે થયેલા અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રહેવાસીઓએ તંત્ર પાસે અતિ ગંભીર બનેલી આ સમસ્યા અંગે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે.”અહીંથી ત્રણ-ત્રણ સોસાયટીના રહીશ અને બાળકો પસાર થાય છે. દરરોજ અકસ્માતો થઈ રહ્યા છે. તંત્ર દ્વારા કોઈ મોટો જાનહાનિનો અકસ્માત સર્જાય તે પહેલાં આ ત્રણેય સોસાયટીઓના ક્રોસિંગ પાસે તાત્કાલિક અસરથી યોગ્ય સ્પીડ બ્રેકર (બમ્પ) મૂકવામાં આવે.”

Back to top button
error: Content is protected !!