MORBI:મોરબી પ્રોહીબીશનના ગુનામાં એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો




MORBI:મોરબી પ્રોહીબીશનના ગુનામાં એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

મોરબી સીટી બી પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને માળીયા ફાટક નજીકથી પકડી લેવામાં આવ્યો છે, આ સાથે પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા આરોપીને ઝડપી લઈ હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી સબબ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં સોંપવા તજવીજ હાથ ધરી છે.

મોરબી જીલ્લામાં નાસતા ફરતા, પેરોલ જમ્પ, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા તા.૧૯/૦૧ થી તા.૩૧/૦૧ સુધી મોરબી જીલ્લા વિસ્તારના પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે સ્પે.ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના એએસઆઈ વિક્રમસિંહ સબળસિંહ બોરાણા, હેડ કોન્સે.ઇશ્વરભાઇ કલોતરા, ભરતભાઇ જીલરીયાને ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૪ માં નોંધાયેલ પ્રોહીબીશન ગુનામાં નાસતો ફરતો આરોપી દેવેંદ્ર ઉર્ફે દેવો કચ્છવાળો હાલે મોરબી જીલ્લાના માળીયા ફાટક પાસે આવેલ વસુંધરા હોટલ પાસે હોવાની ચોકકસ હકિકત મળતા જે હકિકત આધારે ઉપરોક્ત સ્થળે તપાસ કરતા આરોપી દેવેંદ્ર ઉર્ફે દેવો ખોડીદાસભાઇ કાપડી ઉવ.૩૪ રહે.યશોદાનગર ગામ નાની ચિરઇ તા.ભચાઉ જી.કચ્છ(ભુજ) વાળો મળી આવતા, આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોપવા કાર્યવાહી હાથ ધરી છે.




