GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પશુ ક્રૂરતા આચરવાના ગુનામાં એક વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

 

MORBI:મોરબી પશુ ક્રૂરતા આચરવાના ગુનામાં એક વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

 

ગુજરાત પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી ભાગતો ફરતો નાસતો-ફરતો આરોપી આખરે મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની જાળમાં ફસાઈ ગયો છે. મોરબી SOG ની ટીમે ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામમાંથી દબોચી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન બી-પાર્ટમાં ‘ગુજરાત પશુ ક્રૂરતા અધિનિયમ-૧૯૬૦’ ની કલમ ૧૧ (૧) (ડી), (ઇ), (એફ), (એસ) તથા ‘પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ’ ની કલમ ૫, ૬, ૮, ૯, ૧૦ મુજબ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલ આરોપી વિજયભાઇ ઉર્ફે ગાંડો રઘાભાઇ સરાણીયા (રહે. અલંકાર હોટલ પાછળ, વાંકાનેર) છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો હતો.

દરમિયાન, મોરબી SOG સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે ગુનાનો આરોપી વિજયભાઇ ઉર્ફે ગાંડો હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે છુપાયો છે. આ બાતમીના આધારે SOG ની ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી મોટી મોલડી ખાતે હકાબાપાની તલાવડી પાસે આવેલ ઝૂંપડામાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો.

ધરપકડ બાદ મોરબી SOG એ આરોપીનો કબ્જો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ અર્થે તેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે.

Back to top button
error: Content is protected !!