GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ રૂ. ૬.૪૦ લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપાયો

 

WAKANER:વાંકાનેર ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ રૂ. ૬.૪૦ લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપાયો

 

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન દ્વારા “પોલીસ પ્રજાની મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરતી એક ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી સામે આવી છે. ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત પોલીસે ટેક્નોલોજી અને ત્વરિત કામગીરીનો સમન્વય કરીને અરજદારોના ખોવાયેલા મોબાઈલ, ભૂલથી બદલાઈ ગયેલ મોટરસાઈકલ અને સાયબર ફ્રોડમાં ગુમાવેલી રોકડ રકમ શોધી કાઢીને મૂળ માલિકોને સફળતાપૂર્વક પરત સોંપી છે.

CEIR પોર્ટલ અને ટેક્નિકલ વર્કઆઉટથી મળી સફળતા

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવા માટે ભારત સરકારના “CEIR” (Central Equipment Identity Register) પોર્ટલ પર એન્ટ્રી કરી સતત મોનિટરિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સ્ટાફની બારીક ટેક્નિકલ તપાસ અને જહેમતના પરિણામે આશરે રૂ. ૩,૫૧,૫૦૦/- ની કિંમતના એકસાથે ૧૯ જેટલા ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા.

મોટરસાઈકલ અને સાયબર ફ્રોડની રકમ પણ રિકવર કરાઈ

મોબાઈલ ફોન ઉપરાંત પોલીસે ભૂલથી બદલાઈ ગયેલ રૂ. ૩૦,૦૦૦/- ની કિંમતનું એક મોટરસાઈકલ પણ શોધી કાઢ્યું હતું. આ સાથે જ, આજના સમયમાં વધતા સાયબર ક્રાઈમનો ભોગ બનેલા અરજદારોની સાયબર ફ્રોડમાં ગયેલી રૂ. ૨,૫૯,૩૯૦/- ની રોકડ રકમ પણ હોશિયારીપૂર્વક રિકવર કરવામાં સફળતા મળી હતી.આમ, વાંકાનેર સીટી પોલીસે કુલ રૂ. ૬,૪૦,૮૯૦/- નો મુદ્દામાલ અરજદારોને પરત સોંપીને સુરક્ષાની સાથે સેવા અને સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોતાની ગુમાવેલી અસ્કયામતો અને નાણાં પરત મળતાં અરજદારોએ વાંકાનેર સીટી પોલીસ ટીમનો આભાર માની સરાહના કરી હતી.

Back to top button
error: Content is protected !!