DAHODGUJARAT

૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી નિમિતે દાહોદ જિલ્લામાં જાહેર રજા તરીકે જાહેર કરવામાં આવે જિલ્લા કલેક્ટર DDO તથા તમામ પ્રાંત અને મામલતદાર તથા TDO ને ભારત આદિવાસી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવ્યું

તા.૦૧.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

DAHOD: ૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી નિમિતે દાહોદ જિલ્લામાં જાહેર રજા તરીકે જાહેર કરવામાં આવે જિલ્લા કલેક્ટર DDO તથા તમામ પ્રાંત અને મામલતદાર તથા TDO ને ભારત આદિવાસી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવ્યું

પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ તારીખ:- ૦૧.૦૭.૨૦૨૫ મંગળવારે ૯ મી ઓગસ્ટ ૨૦૨૫ ઉજવણી નિમિતે દાહોદ જિલ્લામાં જાહેર રજા જાહેર કરવા ભારત આદિવાસી પાર્ટી ( BAP) અને આદિવાસી પરિવાર દ્વારા કલેક્ટર અને ડીડીઓ તથા તાલુકા મથકો એ આવેદન પત્ર આપવામાં આવ્યાં.સમગ્ર આદિવાસી સમાજના લોકો વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી માં સામેલ થઈ શકે તે હેતુથી અને સમગ્ર જીવ સૃષ્ટિ અને માનવ જાત માટે પ્રાકૃતિક જીવન જીવવાની પ્રેરણા મળી રહે અને સૌ કોઈ ઔધોગિક પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી ભયાનક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી સુખી અને સમૃદ્ધ તથા નીરિગી જીવન જીવી શકે તે માટે યુનો દ્વારા ૧૯૯૨ માં ૯ મી ઓગસ્ટ ને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું આમ એવા સમગ્ર માનવ જાત અને જીવ સૃષ્ટિ માટે કલ્યાણકારી પ્રેરણા દિવસની ઉજવણી માટે સત્કાર અને તંત્ર દ્વારા કાયમી ધોરણે ૯ મી ઓગસ્ટ ના દિવસે જાહેર રજા રાખવામાં આવે તેવી ભારત આદિવાસી પાર્ટી અને આદિવાસી સમાજ દ્વારા માગણી કરવામાં આવે છે

Back to top button
error: Content is protected !!