MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સિરામિક ઉદ્યોગોના હિતમાં રાજ્ય સરકારનો અગત્યનો નિર્ણય

MORBI:મોરબી સિરામિક ઉદ્યોગોના હિતમાં રાજ્ય સરકારનો અગત્યનો નિર્ણય
મોરબી તથા થાનગઢ- સુરેન્દ્રનગરના સિરામીક એકમોને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવોમાં રૂ. ૪.૫૦ પ્રતિ ક્યુબિક મીટરનો ઘટાડો કરાયો
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને
ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલના માર્ગદર્શનમાં રાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા મોરબી તથા સુરેન્દ્રનગર -થાનગઢના Minimum Guarantee Offtake (MGO) કરાર હેઠળના સિરામીક એકમોને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવોમાં રૂ. ૪.૫૦ પ્રતિ ક્યુબિક મીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા આ ભાવ ઘટાડો આવતીકાલે તા. ૦૧ જાન્યુઆરી ૨૦૨૬થી અમલમાં આવશે. ગુજરાત ગેસ દ્વારા આ બાબતે મોરબી તથા સુરેન્દ્રનગર-થાનગઢના સિરામીક એકમોને પણ જાણ કરવામાં આવી છે.






