MORBI:મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અધ્યક્ષ સ્થાને મળી મહત્વની બેઠક યોજાઈ

MORBI:મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અધ્યક્ષ સ્થાને મળી મહત્વની બેઠક યોજાઈ
રીપોર્ટ: મોહસીન શેખ
મોરબી નંદીઘરમાં ગૌવંશની સારવાર અને દેખરેખ માટે કમિશનર કક્ષાએ કરાઈ ખાસ કમિટીની રચના
મોરબી મહાનગરપાલિકાના સભાખંડમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયાના અધ્યક્ષ સ્થાને એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિકાસ અને વ્યવસ્થાના વિવિધ મુદ્દાઓ પર ગંભીર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને મહાનગરપાલિકા સંચાલિત નંદીઘરમાં રહેલા ગૌવંશની દેખરેખ, સુવિધાઓ અને સચોટ નિભાવણી માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તાજેતરમાં નંદીઘરમાં નંદીઓના થયેલા મૃત્યુની ઘટનાઓ બાદ, આગામી ચોમાસા દરમિયાન આવી કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ખાસ તકેદારીના ભાગરૂપે ૭ સભ્યોની ‘કાર્યકારી મોનિટરિંગ ટીમ’ ની રચના કરવામાં આવી છે. આ ટીમમાં ૫ કોર્પોરેટરો અને ૨ શાખા અધિકારીઓનો સમાવેશ થાય છે.
મોનિટરિંગ ટીમમાં કોનો સમાવેશ કરાયો? નંદીઘરના સંપૂર્ણ સંચાલન અને સુપરવિઝન માટે બનાવાયેલી આ કમિટીમાં નીચે મુજબના સભ્યોની વરણી કરવામાં આવી છે:ભુપેન્દ્રભાઈ લાખાભાઈ જારીયા ,અલ્પાબેન રોહિતભાઈ કંઝારીયા ,સોનલબેન પ્રફુલભાઈ બાવરવા ગણેશભાઈ નાનજીભાઈ ડાભી ,ભાવેશભાઈ અરજણભાઈ કંઝારીયા
સભ્ય સચિવો (અધિકારીઓ):વિપુલભાઈ છૈયા (અધ્યક્ષ, એએનસીડી – ANCD શાખા)દિલીપભાઈ રાઠોડ (અધ્યક્ષ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા)
મોનિટરિંગ ટીમને સોંપાયેલી મુખ્ય જવાબદારીઓ:સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યા અનુસાર, આ નવી બનેલી કાર્યકારી ટીમ નંદીઘરની વ્યવસ્થા સુધારવા માટે નીચે મુજબની કામગીરી સંભાળશે: ઘાસચારો અને પાણીની વ્યવસ્થા: નંદીઘરમાં રહેલા ગૌવંશ માટે પૂરતા પ્રમાણમાં સૂકો ઘાસચારો અને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા ઊભી કરવી. બીમાર ગૌવંશની સારવાર: બીમાર નંદીઓને સમયસર તબીબી સારવાર મળી રહે તેની ખાતરી કરવી.રજીસ્ટ્રેશન અને પારદર્શિતા: દરરોજ મળતા દાનની રકમ/સામગ્રીની નોંધ રાખવી. તેમજ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી પકડીને લાવવામાં આવતા નંદીઓની આવક-જાવકનું રજીસ્ટ્રેશન કરવું. સમયસર યોગ્ય નિકાલ: જો કોઈ નંદીનું આકસ્મિક અવસાન થાય, તો તેના મૃતદેહનો સમયસર અને યોગ્ય રીતે નિકાલ કરવાની તકેદારી રાખવી.
ગૌશાળાઓમાં સ્થળાંતર: નંદીઘરમાંથી જુદી-જુદી ગૌશાળાઓ અને પાંજરાપોળ ખાતે નંદીઓને મોકલવાની જરૂરી વ્યવસ્થા કરવી.ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાફ પર દેખરેખ: નંદીઘરમાં લાઈટ, પાણી, ગમાણ, ધાબુ અને સેડ વગેરે સુવિધાઓ ઊભી કરવી તથા ત્યાં ફરજ બજાવતા સ્ટાફની કામગીરી પર સીધી દેખરેખ રાખવી.આ સમગ્ર કામગીરીનો રિપોર્ટ મોનિટરિંગ ટીમ દ્વારા દરરોજ તૈયાર કરી મોરબી મહાનગરપાલિકાના નાયબ કમિશનરને સોંપવામાં આવશે, જેથી વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બને.











