GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના ચાચાપર ગામે કપાસનું વાવેતર કરેલ વાડીમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

 

MORBI મોરબીના ચાચાપર ગામે કપાસનું વાવેતર કરેલ વાડીમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

 

મોરબી તાલુકાના ચાચાપર ગામની સીમમાં મારપાટી ના માર્ગ આવેલ આરોપીની કબ્જા ભોગવટા વાળી કપાસનું વાવેતર કરેલ વાડીમાંથી વિદેશી દારૂની ૬૦ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા મહાવીર સિંહ બાલુભા પરમાર (ઉ.વ.૫૦) એ પોતાના કબ્જા ભોગવટા વાળી કપાસનું વાવેતર કરેલ વાડીમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૬૦ કિં રૂ. ૬૮,૪૦૦ ના ગ્રાહકો મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!