MORBI:પી જી પટેલ કોલેજની વધુ એક સિદ્ધિ: કોલેજની વિદ્યાર્થીની સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ

MORBI:પી જી પટેલ કોલેજની વધુ એક સિદ્ધિ: કોલેજની વિદ્યાર્થીની સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ
મોરબીની પી.જી.પટેલ કોલેજ શિક્ષણક્ષેત્રે શિરમોર કામગીરી કરી રહી છે ત્યારે પ્રમુખ શ્રી દેવકરણભાઈ ના નેતૃત્વમાં અને આચાર્યશ્રી ડો. રવિન્દ્ર ભટ્ટ ના માર્ગદર્શન હેઠળ વર્ષોના અનુભવી અને નિષ્ણાંત પ્રાધ્યાપકો દ્વારા મૂલ્યલક્ષી શિક્ષણ દ્વારા અનેક વિદ્યાર્થીઓની સફળ કારકિર્દીની કેડી કંડારી છે ત્યારે પી.જી.પટેલ કોલેજની યશ કલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જાહેર થયેલ B.Com Sem-4(April-2026)પરિણામમાં પી.જી પટેલ કોલેજની વિદ્યાર્થીની કુંભારવાડિયા નંદની સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધારેલ છે સાથે સાથે કોમર્સ ફેકલ્ટીના મુખ્ય કહી શકાય એવા બંને વિષયો Cost Accounting & Business Accounting માં કુંભારવાડીયા નંદની તથા ચાવડા પ્રફુલે યુનિવર્સિટી કક્ષાએ 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરી અતુલ્ય સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે.
વિદ્યાર્થીની દ્વારા મેળવેલા પરિણામ નિષ્ણાત અને અનુભવી પ્રાધ્યાપકો દ્વારા શિક્ષણ અને વિદ્યાર્થીની સખત મહેનત દ્વારા ઉચ્ચ પરિણામ મેળવી શકાય છે તેની યથાર્થ સાબિતી છે.આવા પરિણામોની સાથે સાથે કોલેજમાં કારકિર્દી ઘડતર માટે CA માટે ઇન્ડિયાના નંબર ૧ ક્લાસીસ JK Shah તેમજ GPSC ક્લાસનું શિક્ષણ પણ જ્ઞાનગંગા એજ્યુકેશન એકેડમી દ્વારા આપવામાં આવી રહ્યું છે. આમ ગ્રેજ્યુએશન કોર્ષમાં ઉચ્ચ પરિણામની સાથે આ કોલેજમાં કારકિર્દી ઘડતર પણ કરવામાં આવી રહ્યું છે.
ઉપરોક્ત બંને વિદ્યાર્થીઓની આ અતુલ્ય અનેરી સિદ્ધિ બદલ કોલેજના પ્રમુખ શ્રી દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય શ્રી ડો. રવિન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફ દ્વારા ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી









