GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

આર.કે.મુવાડી પ્રા.શાળામા જુના ઓરડા ડીસમેન્ટલ કરી નવા બાંધવા સાંસદ, ધારાસભ્ય ની ભલામણ

 

તારીખ ૨૯/૦૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાની આર.કે.મુવાડી પ્રા.શાળામા બે વષૅ ઉપરાંત થી જર્જરીત બનેલા ૬ ઓરડા ડીસમેન્ટલ કરવાની મંજૂરી મળેલ છે તેમ છતાં તેમ નહી થતા અને ૬ (છ) નવા રુમ ની માંગણી કરવામાં આવેલ હોવા છતાં અધિકારીઓ દ્રારા કોઈ ધ્યાન ન આપતાં ગામના જાગૃત નાગરીક વિજયસિંહ એડવોકેટ દ્વારા રજૂઆત કરવામાં આવતા સદર રજુઆતને લોકસભાના સંસદસભ્ય રાજપાલ જાદવ અને રાજ્યસભાના સંસદસભ્ય ડો.જશવંતસિંહ પરમાર દ્વારા તેમજ કાલોલ તાલુકાના ધારાસભ્ય ફતેસિંહ ચોહાણ દ્વારા લેખીત ભલામણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની પાઠવી ઝડપી કાયૅવાહી કરવા રજુઆત કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!