DAHODGUJARAT

દાહોદ ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષ સ્થાને કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાશે

તા. ૦૪.૧૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષ સ્થાને કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાશે

દાહોદ જિલ્લામાં ખેડૂતોને સસ્ટેનેબલ ફાર્મિંગ, ખેતી અને બાગાયતી પાક મૂલ્ય વૃધ્ધિ અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ અંતર્ગત કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનનું આયોજન કરેલ છે. જેમાં દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષ સ્થાને દાહોદ ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજવામાં આવશે. આ કાર્યક્રમ દરમ્યાન મુખ્ય મહેમાન તરીકે પ્રમુખ અરવિંદબેન કિશોરી તેમજ ઉપપ્રમુખ નેતાભાઈ માવી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ તારીખ ૦૬-૧૨-૨૦૨૪ તથા ૦૭-૧૨-૨૦૨૪ ના રોજ સવારે ૯.૦૦ કલાકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજવામાં આવશે

Back to top button
error: Content is protected !!