TANKARA:ટંકારાના ઓવરબ્રીજ નીચે ગરક નાલા માં લોખંડના પાઈપ હટાવવા મામલતદારને આવેદનપત્ર
TANKARA:ટંકારાના ઓવરબ્રીજ નીચે ગરક નાલા માં લોખંડના પાઈપ હટાવવા મામલતદારને આવેદનપત્ર
ટંકારા ખાતે રાજકોટ મોરબી હાઈવે પર ઓવરબ્રિજ નીચે ગરક નાલામાં લોખંડ પાઈપ નાખવામાં આવ્યા છે જે હટાવવાની માંગ સાથે ટંકારા ગ્રામજનોએ મામલતદારને રજૂઆત કરી છે
મામતલદારને આવેદન પાઠવી જણાવ્યું છે ટંકારા ખાતે આવેલ ઓવરબ્રીજ નીચે ગરક નાલા માં હાલમાં લોખંડના પાઈપ નાખેલ છે હટાવવા આપ ટંકારા મામલતદાર ને લેખિતમાં કરી કે સર્વીસ રોડ માં બન્ને બાજુ ગામનો રસ્તો હોય વચ્ચે નાલુ આવેલ હોય જયાથી સોસાયટી તથા ગામના લોકો, તથા બાળકો વુધ્ધ માણસો તથા સ્કુલના બાળકો ની અવર જવર હોય તથા બાજુમાંજ બસસ્ટેન્ડ હોય તો ગામના તથા સોસાયટીના માણસોને પોતાના કામ કાજ બાઇક લઈને જઈ શકે તે માટે આ ગરક નાલુ મુકાવેલ છે
હાલમાં આ જગ્યા ઉપર લોખંડના પાઈપ નાખી રસ્તો માત્ર માણસ ચાલી શકે તેવો કરી નાખેલ છે તો આ ગરક નાલામાં બાઈક તથા માણસો ચાલી શકે તેવી રીતે પાઈપ નાખી આપવા તથા નાલામાં અંદર વરસાદના પાણી ભરાય છે ગંદકીના થર થાય છે જે દુર કરી અને તેમાં સીમેન્ટ કરી લેવલ કરવા આપ ને આથી જાણ કરવામાં આવે છે. આ રસ્તો વહેલીતકે ખુલો કરવામાં આવે તો અમારે ના છુટકે ચકકા જામ કરવાની ફરજ પડશે અને આવનાર પરીણામની તમામ જવાબદારી આપની રહેશે આ તકે ટંકારા આમ આદમી પાર્ટી ના મહામંત્રી ધર્મેન્દ્રભાઈ કક્કડ તેમજ શૈલેસભાઈ મહેતા,પટેલસોસાયટી વારા પટેલભાઈ, કૌશિકભાઈ ત્રિવેદી અંકિતભાઈ ભગદેવ રિયાઝભાઈ,હબીબભાઈ, જયેશભાઇ સોલંકી,તેમજ ગ્રામ લોકો દ્વારા મામલતદાર આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે..