શું તમે જાણે-અજાણ્યે બાળકોને ‘ધીમું ઝેર’ આપી રહ્યા છો? વાંચો પેકેટ પાછળનું કડવું સત્ય! – લેખક અમિત ત્રિવેદી




શું તમે જાણે-અજાણ્યે બાળકોને ‘ધીમું ઝેર’ આપી રહ્યા છો? વાંચો પેકેટ પાછળનું કડવું સત્ય! – લેખક અમિત ત્રિવેદી

આપણે જ્યારે પણ બજારમાંથી ચોકલેટ, વેફર્સ કે મનપસંદ ક્રીમ બિસ્કિટ ખરીદીએ છીએ, ત્યારે માત્ર બ્રાન્ડનો ચહેરો, જાહેરાતો અને સ્વાદ જ જોઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય પેકેટની પાછળ ઝીણા અક્ષરે લખેલી ‘Ingredients’ (સામગ્રી) ની યાદી વાંચવાની તસ્દી લીધી છે?
તાજેતર ના એક સંશોધન માં ચોંકાવનારી જાણકારી ઉજાગર થઈ છે.જે દરેક ગ્રાહક અને ખાસ કરીને માતા-પિતાએ જાણવી ખૂબ જ જરૂરી છે. આ પેકેટ પર પીળા રંગથી માર્ક કરેલા નંબરો—171, 102, 133, 124, 127, 122, 132, 110—એ લેબોરેટરીમાં બનેલા ખતરનાક કૃત્રિમ રાસાયણિક રંગો (Artificial Food Colours) છે.
પરંતુ વાત માત્ર આ રંગો પૂરતી સીમિત નથી! આજકાલ બજારમાં મળતા લગભગ દરેક ક્રીમ બિસ્કિટનું ક્રીમ સ્વાસ્થ્ય માટે એક મોટો ખતરો બની ગયું છે. ચાલો આ આખી માયાજાળને વિગતવાર સમજીએ.
આંતરરાષ્ટ્રીય ફૂડ સ્ટાન્ડર્ડ્સ અનુસાર, ખાદ્ય પદાર્થોમાં ઉમેરવામાં આવતા કેમિકલ્સને ચોક્કસ કોડ નંબર આપવામાં આવે છે. જે ઉત્પાદન માં વપરાયેલા રંગો અને તત્વો માટે દર્શાવેલા હોય છે જે એક પ્રકારે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે આવો જાણીએ…
INS 171 (ટાઇટેનિયમ ડાયોક્સાઇડ): પ્રોડક્ટને ચમકતો સફેદ રંગ આપવા. (ઘણા દેશોમાં પ્રતિબંધિત!)
INS 102 (ટાર્ટ્રાઝીન) & INS 110 (સનસેટ યલો): ઘેરો પીળો અને નારંગી રંગ આપવા માટે.
INS 122, 124, 127: પ્રોડક્ટને આકર્ષક લાલ કે ગુલાબી બનાવવા માટે.
INS 132, 133: વાદળી અને લીલો શેડ આપવા માટે.
ઘણા લોકોને એવો વહેમ હોય છે કે ક્રીમ બિસ્કિટની અંદરનું ક્રીમ દૂધ કે મલાઈમાંથી બનતું હશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ ક્રીમ મુખ્યત્વે ૩ અત્યંત નુકશાનકારક વસ્તુઓથી બને છે:
૧. વનસ્પતિ ઘી અને ટ્રાન્સ ફેટ (Hydrogenated Vegetable Fat)
બિસ્કિટનું ક્રીમ ગમે તેવી ગરમીમાં પણ ઓગળતું નથી, તેનું કારણ આ તેલ છે. સાદા સસ્તા તેલને કેમિકલ પ્રોસેસ (Hydrogenation) દ્વારા પ્લાસ્ટિક જેવું ઘટ્ટ બનાવવામાં આવે છે, જેને આપણે ‘ડાલડા’ કે ‘વનસ્પતિ ઘી’ કહીએ છીએ. આ પ્રોસેસથી તેમાં ટ્રાન્સ ફેટ (Trans Fat) પેદા થાય છે, જે લોહીની નસોમાં જામી જાય છે અને નાની ઉંમરે હૃદયરોગ (Heart Attack) અને બેડ કોલેસ્ટ્રોલ વધારે છે.

૨. ખાંડનો ઓવરડોઝ (High Sugar / Corn Syrup)
ક્રીમને અતિશય મીઠું બનાવવા માટે તેમાં ખાંડનો ગંજખડ ખડકવામાં આવે છે. ઘણી કંપનીઓ સામાન્ય ખાંડ કરતા પણ સસ્તી અને નુકશાનકારક ‘હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ’ વાપરે છે. માત્ર ૨ થી ૩ ક્રીમ બિસ્કિટ ખાવાથી જ બાળકના આખા દિવસની ખાંડની મર્યાદા પૂરી થઈ જાય છે, જે લિવર પર સોજો (Fatty Liver) અને બાળ-મોટાપા (Obesity) નું કારણ બને છે.
૩. કૃત્રિમ સુગંધ (Artificial Flavors)
જો પેકેટ પર ‘વેનીલા’, ‘સ્ટ્રોબેરી’ કે ‘ચોકલેટ’ ફ્લેવર લખ્યું હોય, તો તેમાં એ ઓરિજિનલ વસ્તુઓ હોતી નથી. માત્ર કેમિકલ લેબમાં બનેલી કૃત્રિમ સુગંધ (Flavors) ઉમેરીને જીભને છેતરવામાં આવે છે.
સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો (The Dangerous Impact)
બાળકોમાં અતિશય ચંચળતા (Hyperactivity): યુરોપિયન યુનિયન (EU) ના કાયદા મુજબ, જે પ્રોડક્ટમાં INS 102, 110, 122, 124 જેવા રંગો હોય તેના પર ચેતવણી લખવી પડે છે કે: “આ રંગો બાળકોની પ્રવૃત્તિ અને એકાગ્રતા પર પ્રતિકૂળ અસર કરી શકે છે.”
એલર્જી અને અસ્થમા: આ કૃત્રિમ રંગો અને કેમિકલ્સ ચામડીની એલર્જી, ખંજવાળ અને શ્વાસની બીમારી (અસ્થમા) ધરાવતા લોકોની તકલીફમાં ભારે વધારો કરે છે.
પાચનતંત્ર અને લિવર બગડવું: રોજ-રોજ પામ ઓઈલ, વનસ્પતિ ઘી અને કેમિકલ યુક્ત બિસ્કિટ ખાવાથી બાળકોનું પાચનતંત્ર નબળું પડે છે અને પેટની સમસ્યાઓ વધે છે.
૧. ‘પામ ઓઇલ’ અને ‘હાઇડ્રોજનેટેડ તેલ’ ટાળો.,૨. બાળકોને ક્રીમ વાળા બિસ્કિટ આપવાનું સાવ બંધ કરો.૩. પરંપરાગત નાસ્તો અપનાવો: શેકેલા ચણા, મખાના, મમરા, ડ્રાયફ્રુટ્સ અથવા ઘરે બનાવેલો તાજો નાસ્તો આપવાની આદત પાડો.કંપનીઓ માત્ર પોતાના નફા માટે આકર્ષક પેકિંગ અને ટીવી પર ભ્રમિત કરતી જાહેરાતો બનાવે છે. તમારા પરિવારનું સ્વાસ્થ્ય તમારા હાથમાં છે. જાગૃત બનો, સુરક્ષિત રહો!



