MORBI:મોરબીના બરવાળા ગામે સરસ્વતી હાઈસ્કૂલની પચાસ વર્ષ પૂર્ણ થતા સિલ્વર જ્યુબેલી ઉજવાઇ




MORBI:મોરબીના બરવાળા ગામે સરસ્વતી હાઈસ્કૂલની પચાસ વર્ષ પૂર્ણ થતા સિલ્વર જ્યુબેલી ઉજવાઇ

સ્નેહમિલન કાર્યક્રમ સાથે ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન થયું!

રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
મોરબીના બરવાળા ગામે પચાસ વર્ષ પહેલા સ્વર્ગસ્થ. કરમશી જેરાજભાઈ પટેલ અને મિત્ર ગ્રુપ દ્વારા શરૂ કરાયેલી હાઈસ્કૂલ નાં પચાસ વર્ષ પૂર્ણ થતા તેની સીલ્વર જયુબિલી સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ગુરુજન શિક્ષકો તેમજ હાલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ટ્રસ્ટીગણ ની સાથે મળીને આયોજન કર્યું હતું. જેમાં સ્નેહમિલન સાથે ગુરુ વંદના કાર્યક્રમ યોજાઈ ગયો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં વ્યસનમુક્તિ અને શોશીયલ મીડીયા એ સળગતી સમસ્યા છે તેમજ મા ની મમતા અને જૂની જનરેશન અને નવી જનરેશન માં શું તફાવત છે તે પ્રકારના ચાર નાટ્ય પ્રયોગો બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સોશિયલ મીડિયા ફેસબુક વોટ્સએપ યુટ્યુબ ના વડગણથી બાળકો પર કેવી અસર થાય છે તેનું આબેહૂ વર્ણન અને મા ની મમતા નાટકની હૃદય દ્રાવક વાર્તા જે ઉપસ્થિત લોકોની આંખોમાં અશ્રુ લાવી દીધા હતા અહીં ત્રણ હજાર લોકોના મેળાવડામાં એકત્ર થયેલા એકબીજાને મળીને વંદના કરી રહ્યા હતા. અહીં પધારેલા સૌ મહેમાનોને કુમકુમ તિલક કરીને આવકાર્યા હતા. અને આ શાળાના સ્થાપક અને પ્રથમ પ્રમુખ સ્વર્ગથ કરમશી જેરાજભાઈ પટેલની આજે જોગાજોગ પુણ્યતિથિ હોય તે અંગે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નિવૃત્ત થયેલા શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને હાલનાં પ્રમુખ જયંતીભાઈ જયરાજભાઇ પટેલે સાલ ઓઢાડી શીલ્ડ આપીને દરેકનું સન્માન કર્યું હતું. આ સમારોહમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલના ગુજરાત લેવલના સહકારી આગેવાન મગનભાઈ વડાવીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સામાજિક શ્રેષ્ઠિઓ જયેશભાઈ અઘારા હ્યુમન રાઇટ્સ નાં કે.ડી. બાવરવા વગેરે હાજર હતા એકંદરે ભણીને જુદા પડેલા વિદ્યાર્થીઓ ૩૫-૪૦-૪૫ વર્ષે મળ્યા હોય ત્યારે તેઓ બાથમાં લઈને એકબીજાને મળીને પોતાના પરિવારની પુછા કરી રહ્યા હતા જોકે આ સમગ્ર કાર્યક્રમમાં ભૂતકાળમાં ભણી ગયેલા ભાઈઓ બહેનો ભેગા મળીને એકા બીજાની પરિવારની માહિતી શેર કરી રહ્યા હતા જે ખૂબ જ સારી વાત ગણાય!



