GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોના ટ્રાન્સપોર્ટેંશન સુવિધા માટે /માલિકોએ સમગ્ર શિક્ષાની કચેરીનો સંપર્ક કરવો

 

MORBi:મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોના ટ્રાન્સપોર્ટેંશન સુવિધા માટે /માલિકોએ સમગ્ર શિક્ષાની કચેરીનો સંપર્ક કરવો

 

 

મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.૧ થી ૫ ના બાળકોનું ઘરથી શાળા સુધીનું અંતર એક કિલોમીટરથી વધુ હોય અને ધો.૬ થી ૮ ના વિદ્યાર્થીઓનું શાળાથી ઘરનું અંતર ત્રણ કિલોમીટરથી વધુ હોય એવા વિદ્યાર્થીઓને શાળાએથી ઘરે અને ઘરેથી શાળાએ લાવવા અને લઈ જવા માટે સમગ્ર શિક્ષા મોરબી દ્વારા ટ્રાન્સપોર્ટેંશન સુવિધા પૂરી પાડવામાં આવે છે.

વર્ષ:૨૦૨૪-૨૫ માં આ સુવિધા માટે શિક્ષણ વિભાગના તેમજ આર.ટી.ઓ.ના નિયમો અને ગાઈડલાઈન મુજબનું કોમર્શિયલ વાહન (પીળી નંબર પ્લેટ વાળું),ફૂલ વીમો અને વાહનનું ફિટનેસ સર્ટિ ધરાવતા વાહન ચાલકો/માલિકોએ જિલ્લા પ્રોજેકટ કચેરી,હંટર ટ્રેનિંગ હોસ્ટેલ બિલ્ડિંગ, શક્તિ ચોક, મોરબીનો રૂબરૂ અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૩૯૬૭ પર તા.૦૫-૦૮-૨૦૨૪ સુધી સવારના ૧૦-૩૦ થી ૬:૧૦ વાગ્યા દરમિયાન સંપર્ક કરવા જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સમગ્ર શિક્ષા, મોરબીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!