MORBI:મોરબીમાં ભાજપનો દબદબો: વોર્ડ નં. ૦૯ માં પત્રિકા વિતરણ અને વિજય સંકલ્પ સાથે પ્રચાર તેજ




MORBI:મોરબીમાં ભાજપનો દબદબો: વોર્ડ નં. ૦૯ માં પત્રિકા વિતરણ અને વિજય સંકલ્પ સાથે પ્રચાર તેજ

મોરબી: મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે જામ્યો છે, ત્યારે શહેરના વોર્ડ નંબર ૦૯ માં ભારતીય જનતા પાર્ટીએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ભાજપના ઉમેદવારો દ્વારા આજે અવની ચોકડી વિસ્તારમાં ‘ઝંઝાવાતી’ જનસંપર્ક અને ડોર-ટુ-ડોર પ્રચાર કરીને કેસરીયો માહોલ સર્જવામાં આવ્યો હતો.

પ્રચાર દરમિયાન ઉમેદવારો જ્યારે વિવિધ સોસાયટીઓમાં પહોંચ્યા ત્યારે સ્થાનિક રહેવાસીઓ દ્વારા તેમનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઠેર-ઠેર ફૂલહાર અને વિજય તિલક સાથે મતદારોએ ભાજપ પ્રત્યે પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પ્રચાર કાર્યક્રમ દરમિયાન ભાજપના કાર્યકરો દ્વારા મતદારોને સરકારના વિકાસ કાર્યોની વિગતો આપતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉમેદવારોએ જણાવ્યું હતું કે:
”અમારો સંકલ્પ છેવાડાના માનવી સુધી પહોંચીને વિકાસની રાજનીતિને આગળ ધપાવવાનો છે. મોરબીના સર્વાંગી વિકાસ માટે ભાજપ કટિબદ્ધ છે.”આગામી ૨૬ તારીખે યોજાનાર મતદાનમાં મોરબીના હિત અને સતત વહેતા વિકાસકામો માટે ‘કમળ’ ના નિશાન પર બટન દબાવી ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી હતી.”વિકાસ માટે ભાજપ… અડીખમ ભાજપ!” ના નારાઓ સાથે વોર્ડ નં. ૦૯ નો માહોલ અત્યારે સંપૂર્ણપણે ચૂંટણીમય બની ગયો છે.





