MORBI:મોરબીના શનાળા બાયપાસ નજીક ત્રણ વાહનમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઈ




MORBI:મોરબીના શનાળા બાયપાસ નજીક ત્રણ વાહનમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઈ

મોરબી: શહેરના શનાળા રોડ પર બાયપાસ પાસે આવેલ ગુલાબનગર વિસ્તારમાં મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ૫૭.૪૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સિટી એ-ડિવિઝન પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ગુલાબનગર શેરી નંબર-૦૧માં શંકાસ્પદ હિલચાલ જણાઈ હતી. તપાસ દરમિયાન ત્યાં રાખવામાં આવેલા ત્રણ વાહનોમાંથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.ઝડપાયેલ મુદ્દામાલની વિગત
પોલીસે સ્થળ પરથી નીચે મુજબની ચીજવસ્તુઓ કબજે કરી છે:વિદેશી દારૂ: કુલ ૯૯૨૪ બોટલ (કિંમત ₹૫૦,૩૮,૮૦૦/-)
વાહનો (કુલ ૩):સુઝુકી કેરી (GJ-03-BZ-1336)
સુઝુકી કેરી (GJ-03-BZ-5747) બોલેરો કાર (GJ-36-V-0323)(વાહનોની કુલ કિંમત: ₹૭,૦૦,૦૦૦/-) મોબાઈલ: ૧ નંગ (કિંમત ₹૫,૦૦૦/-) કુલ મુદ્દામાલ: ₹૫૭,૪૩,૮૦૦/- ધરપકડ અને વોન્ટેડ આરોપીઓ પોલીસે સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય પાંચ શખ્સોના નામ ખુલતા તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.ઝડપાયેલ આરોપી: મુસ્તકીમ અલારખાભાઈ સના (રહે. ગુલાબનગર, મોરબી) વોન્ટેડ આરોપીઓ:નવઘણભાઈ મોહનભાઈ બાંભવા (તુલશીપાર્ક, મોરબી) દિવ્યેશભાઈ મોહનભાઈ બાંભવા (તુલશીપાર્ક, મોરબી) ઓમાન અશરફભાઈ ધારાણી (ખોજા સોસાયટી, મોરબી) યુવરાજસિંહ અનોપસિંહ ડોડીયા (મોરબી) ભીમશી કોળી (વજેપર, મોરબી) પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં પૂછપરછ ચાલુ છે.




